1988-05-25
1988-05-25
1988-05-25
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12795
માનવ તારું ડહાપણ, જગજનની પાસે તો નવ ચાલશે રે
માનવ તારું ડહાપણ, જગજનની પાસે તો નવ ચાલશે રે
બુદ્ધિની દાતા પાસે તો, બુદ્ધિ તારી બહેર મારી જાશે રે
શક્તિનો અહં દેજે છોડી, શક્તિશાળી પાસે શક્તિ નવ ચાલશે રે – માનવ…
કર્તાપણાનું અભિમાન ત્યજી, કર્તા પાસે નમ્ર બની જાજે રે – માનવ…
ભરવા વિશાળતા હૈયે તું, હૈયું વિશાળ તો બનાવજે રે – માનવ…
આ જગ તો છે ‘મા’ ની કૃતિ, કૃતિ એવી માનવી ના રચાશે રે – માનવ…
હટાવી દેજે બોજ ને દેજે બધું ત્યજી, લાભ મળશે તો એની પાસે રે – માનવ…
નાશવંત આ કાયાથી, શાશ્વતને માપવા ના દોડી જાજે રે – માનવ…
સહુ સહુને તો મોટા સમજે, સહુ છે નાના એની પાસે રે – બુદ્ધિની…
નજર વિના પણ એ નજર રાખે, નજર તારી કમ નહિ લાગે રે – માનવ…
મુખ વિના પણ કહેતી સહુને, સાંભળવા તૈયારી રાખજે રે – માનવ…
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mānava tāruṁ ḍahāpaṇa, jagajananī pāsē tō nava cālaśē rē
buddhinī dātā pāsē tō, buddhi tārī bahēra mārī jāśē rē
śaktinō ahaṁ dējē chōḍī, śaktiśālī pāsē śakti nava cālaśē rē – mānava…
kartāpaṇānuṁ abhimāna tyajī, kartā pāsē namra banī jājē rē – mānava…
bharavā viśālatā haiyē tuṁ, haiyuṁ viśāla tō banāvajē rē – mānava…
ā jaga tō chē ‘mā' nī kr̥ti, kr̥ti ēvī mānavī nā racāśē rē – mānava…
haṭāvī dējē bōja nē dējē badhuṁ tyajī, lābha malaśē tō ēnī pāsē rē – mānava…
nāśavaṁta ā kāyāthī, śāśvatanē māpavā nā dōḍī jājē rē – mānava…
sahu sahunē tō mōṭā samajē, sahu chē nānā ēnī pāsē rē – buddhinī…
najara vinā paṇa ē najara rākhē, najara tārī kama nahi lāgē rē – mānava…
mukha vinā paṇa kahētī sahunē, sāṁbhalavā taiyārī rākhajē rē – mānava…
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji is showing us the approach towards life. Giving us more vision and clarity towards the path of life, and making clear that as humans we cannot exceed the ultimate supreme power.
Kakaji states
O'Man your wisdom shall not work, infront of the Universal Mother.
Infront of the deity of wisdom, your wisdom shall be not counted.
Leave the ego of power, as infront of the powerful, your power shall not work.
Abandon the pride of being the doer, so infront of the doer try to be humble.
To fill greatness in your mind, atleast make your heart large.
This world is the creation of the Divine Mother, such a creative work can't be done by a human.
Remove all the burden, and give up everything you shall be benefitted by it.
Do not wish to measure the eternal, with this perishable body.
If you understand everybody as big, but all these biggies get small infront of her.
She keeps an eye even without looking, but her watch on you shall not be less.
She speaks to all even without the mouth, but be prepared to listen.
Here Kakaji is clearly making us understand that however knowledgeable and smart human's may be but it shall not work infront the Almighty. She is spread every where to see she does not need eyes. She can watch everything. So surrender yourself under her shelter.
|