1988-09-20
1988-09-20
1988-09-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12985
કોઈ પૂર્વજન્મના પુણ્યનો મળ્યો જ્યાં સથવારો
કોઈ પૂર્વજન્મના પુણ્યનો મળ્યો જ્યાં સથવારો
મળ્યો આ જીવનમાં તો, મહામૂલો માનવ જન્મારો
વાસનામાં જાશે જો ખૂંપી, કિનારે આવેલી નાવ તો જાશે રે ડૂબી
યત્ને-યત્ને તો, તારા મનને દેજે, પ્રભુ તરફ વાળી
જાગે હૈયામાં કામ-ક્રોધ, દેજે સદા એને તો બાળી - વાસનામાં...
ધરમની નદીઓ ઊંડી, જીવનમાં દેજે રે વહાવી
રાખજે, સદા તારા પુણ્યની ગઠરી તો ભારી - વાસનામાં...
મળે સફળતા કે ના મળે, પુણ્યપંથ દેજે ના છોડી
ધીરજથી જીવનમાં, ડગલાં રહેજે સદા તો ભરી - વાસનામાં...
નથી જોયાં કર્મો, ના જોયા પ્રભુને, રાખજે વિશ્વાસ ટકાવી
પડતા રહેશે શ્રદ્ધા પર ઘા, વિશ્વાસ દેજે ના ગુમાવી - વાસનામાં...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī pūrvajanmanā puṇyanō malyō jyāṁ sathavārō
malyō ā jīvanamāṁ tō, mahāmūlō mānava janmārō
vāsanāmāṁ jāśē jō khūṁpī, kinārē āvēlī nāva tō jāśē rē ḍūbī
yatnē-yatnē tō, tārā mananē dējē, prabhu tarapha vālī
jāgē haiyāmāṁ kāma-krōdha, dējē sadā ēnē tō bālī - vāsanāmāṁ...
dharamanī nadīō ūṁḍī, jīvanamāṁ dējē rē vahāvī
rākhajē, sadā tārā puṇyanī gaṭharī tō bhārī - vāsanāmāṁ...
malē saphalatā kē nā malē, puṇyapaṁtha dējē nā chōḍī
dhīrajathī jīvanamāṁ, ḍagalāṁ rahējē sadā tō bharī - vāsanāmāṁ...
nathī jōyāṁ karmō, nā jōyā prabhunē, rākhajē viśvāsa ṭakāvī
paḍatā rahēśē śraddhā para ghā, viśvāsa dējē nā gumāvī - vāsanāmāṁ...
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
When virtues of your past lives are supporting you,
then only you get this invaluable birth of a human in this life.
If you get swayed by temptations, then the boat which has reached the shore will also sink.
With efforts and more efforts, divert your mind towards the Divine.
When anger and lust rises in your heart, then immediately burn it off.
Fill up your life with the deep rivers of spirituality.
Always keep the bag of virtues heavy.
Whether you succeed or not, never leave the path of virtues.
Actions are not seen, God is also not seen, but keep utmost faith.
The faith will be tested, but do not leave the confidence.
In this bhajan, Kaka is urging us to not waste our invaluable human birth behind the negativity. Instead, fill our life with virtues, devotion, and faith. And make many, many efforts to move forward towards Divine with a one-pointed focus. This opportunity of human life should never be wasted.
|