|
View Original |
|
ખીલેલા ફૂલને તો સહુ શિર પર ધરશે
ચીમળાયેલ ફૂલને તો સહુ ફેંકી દેશે
હસતા મુખને સહુ આવકારશે પ્રેમે
રડતા મુખથી તો સહુ દૂર રહેશે
તપતા સૂરજની ગરમીથી તો અકળાશે
શાંત શીતળતા સહુને ગમશે
બેતાલ, બેસૂરાની સહુ બડબડ કરશે
સૂર ને તાલથી હૈયું તો ઝૂમી ઊઠશે
અકડાઈ ને અપમાન તો હૈયે સહુને સાલે
પ્રેમભર્યો આવકાર, હૈયા ભીંજવી દેશે
સ્વાર્થથી તો હૈયા સહુના સંકોચાઈ જાશે
સરળતા સહુના હૈયાને તો સ્પર્શી જાશે
ક્રોધીને, દુષ્ટને સહુ નવ ગજના નમસ્કાર કરશે
દયાવાનનો તો જગમાં જયજયકાર થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)