1988-12-15
1988-12-15
1988-12-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13094
જીત જગત પરની હશે એ જીત, પ્રારબ્ધ કે પુરુષાર્થની
જીત જગત પરની હશે એ જીત, પ્રારબ્ધ કે પુરુષાર્થની
જીત તારા મન પરની, હશે એ જીત તો જગમાં રે સાચી
હોયે બેડી લોખંડની ભલે ભારી, બનશે સહેલી તોડવી કે ખોલવી
બને અઘરી તો તોડવી, જગમાં તો બેડી રે કર્મની
હશે પાંજરું ભલે સોનાનું, દેશે તોય એ મુક્તિને રૂંધી
છે મજા તો જગમાં, એક જ સાચી, બની મુક્ત મુક્તિ મહાલવાની
પૂજાયે સાગરતો જગમાં, બની વિનાશ ખારાશ જગની સમાવી
પૂજાયે છે રે સંત તો જગમાં, સમાવે હૈયામાં, સહુને એકસરખા
ગુણગાન ના શોભે મુક્તિના, કદી વિકારોથી બંધાઈને
મુક્તિના શ્વાસ કાજે, તડપતા હૈયાને મુક્તિના શ્વાસે ભરી દેજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīta jagata paranī haśē ē jīta, prārabdha kē puruṣārthanī
jīta tārā mana paranī, haśē ē jīta tō jagamāṁ rē sācī
hōyē bēḍī lōkhaṁḍanī bhalē bhārī, banaśē sahēlī tōḍavī kē khōlavī
banē agharī tō tōḍavī, jagamāṁ tō bēḍī rē karmanī
haśē pāṁjaruṁ bhalē sōnānuṁ, dēśē tōya ē muktinē rūṁdhī
chē majā tō jagamāṁ, ēka ja sācī, banī mukta mukti mahālavānī
pūjāyē sāgaratō jagamāṁ, banī vināśa khārāśa jaganī samāvī
pūjāyē chē rē saṁta tō jagamāṁ, samāvē haiyāmāṁ, sahunē ēkasarakhā
guṇagāna nā śōbhē muktinā, kadī vikārōthī baṁdhāīnē
muktinā śvāsa kājē, taḍapatā haiyānē muktinā śvāsē bharī dējē
|