1988-12-17
1988-12-17
1988-12-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13095
પૂછયું તને ઘણું ઘણું રે માડી, તેં કંઈ તો કહ્યું નહીં

કહ્યું તે મને જે ઘણું ઘણું, જે મેં સાંભળ્યું નહીં
ભૂલ કહું એને રે મારી, કે કહું એને અહં મારું
પૂજું તને રાતદિન રે માતા, રાત દિન તો જોયા નહિ
સ્વીકાર્યું કે ના સ્વીકાર્યું, એ તો તેં કહ્યું નહિ
ગણું એને સ્વાર્થ રે મારો, કે કહું એને અજ્ઞાન મારું
ખુશામત કીધી જગમાં ઘણી, મળ્યું એ તો ટક્યું નહિ
રીઝવવી કેમ તને રે માતા, એ તો હું જાણું નહિ
આને એકરાર ગણું મારો, કે સ્વાર્થની શરૂઆત કહું
જાણું આગળ તો છે ખાડા, પગ મારા તોય અટકે નહિ
પડું એમાં હું તો માડી, ભૂલ તોય સમજું નહિ
પ્રારબ્ધ એને ગણું મારું માડી, કે તારી માયા ગણું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pūchayuṁ tanē ghaṇuṁ ghaṇuṁ rē māḍī, tēṁ kaṁī tō kahyuṁ nahīṁ
kahyuṁ tē manē jē ghaṇuṁ ghaṇuṁ, jē mēṁ sāṁbhalyuṁ nahīṁ
bhūla kahuṁ ēnē rē mārī, kē kahuṁ ēnē ahaṁ māruṁ
pūjuṁ tanē rātadina rē mātā, rāta dina tō jōyā nahi
svīkāryuṁ kē nā svīkāryuṁ, ē tō tēṁ kahyuṁ nahi
gaṇuṁ ēnē svārtha rē mārō, kē kahuṁ ēnē ajñāna māruṁ
khuśāmata kīdhī jagamāṁ ghaṇī, malyuṁ ē tō ṭakyuṁ nahi
rījhavavī kēma tanē rē mātā, ē tō huṁ jāṇuṁ nahi
ānē ēkarāra gaṇuṁ mārō, kē svārthanī śarūāta kahuṁ
jāṇuṁ āgala tō chē khāḍā, paga mārā tōya aṭakē nahi
paḍuṁ ēmāṁ huṁ tō māḍī, bhūla tōya samajuṁ nahi
prārabdha ēnē gaṇuṁ māruṁ māḍī, kē tārī māyā gaṇuṁ
|
|