Hymn No. 1661 | Date: 20-Jan-1989
છટકી જાય ના, જોજે રે માડી, મારા મનડાંની તો ચાવી
chaṭakī jāya nā, jōjē rē māḍī, mārā manaḍāṁnī tō cāvī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1989-01-20
1989-01-20
1989-01-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13150
છટકી જાય ના, જોજે રે માડી, મારા મનડાંની તો ચાવી
છટકી જાય ના, જોજે રે માડી, મારા મનડાંની તો ચાવી
દે છે રે એ તો સાચા નિર્ણયો, મારા રે ભુલાવી
ચડાવું એને પૂરી રે જ્યાં, ઉતારી દે માયા એને રે માડી
કરતા કોશિશો, બને એ અક્કડ, ફરી પાછા એ છટકવાની
ખેંચાઈ ખેંચાઈ કરે તાણ તો ઊભી, તણાઈ એ છટકવાની
વીંટાળી જ્યાં ચાલે સરખી થોડી, પાછી એવી ને એવી રહેવાની
ક્યારે એ અટકે, ક્યારે એ છટકે, ના સમજ એની તો પડવાની
ફરતા ના અટકે, ખેંચતા એ ખેંચે, ખેંચાઈ ક્યાં એ તો જવાની
ઘડી ઘડી ચડાવું, ઘડી ઘડી ઊતરે, સદા એ તો થકવવાની
ચાલે જ્યાં સીધી, થોડી મહેનતે, કામ ઝાઝું એ કરવાની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છટકી જાય ના, જોજે રે માડી, મારા મનડાંની તો ચાવી
દે છે રે એ તો સાચા નિર્ણયો, મારા રે ભુલાવી
ચડાવું એને પૂરી રે જ્યાં, ઉતારી દે માયા એને રે માડી
કરતા કોશિશો, બને એ અક્કડ, ફરી પાછા એ છટકવાની
ખેંચાઈ ખેંચાઈ કરે તાણ તો ઊભી, તણાઈ એ છટકવાની
વીંટાળી જ્યાં ચાલે સરખી થોડી, પાછી એવી ને એવી રહેવાની
ક્યારે એ અટકે, ક્યારે એ છટકે, ના સમજ એની તો પડવાની
ફરતા ના અટકે, ખેંચતા એ ખેંચે, ખેંચાઈ ક્યાં એ તો જવાની
ઘડી ઘડી ચડાવું, ઘડી ઘડી ઊતરે, સદા એ તો થકવવાની
ચાલે જ્યાં સીધી, થોડી મહેનતે, કામ ઝાઝું એ કરવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chaṭakī jāya nā, jōjē rē māḍī, mārā manaḍāṁnī tō cāvī
dē chē rē ē tō sācā nirṇayō, mārā rē bhulāvī
caḍāvuṁ ēnē pūrī rē jyāṁ, utārī dē māyā ēnē rē māḍī
karatā kōśiśō, banē ē akkaḍa, pharī pāchā ē chaṭakavānī
khēṁcāī khēṁcāī karē tāṇa tō ūbhī, taṇāī ē chaṭakavānī
vīṁṭālī jyāṁ cālē sarakhī thōḍī, pāchī ēvī nē ēvī rahēvānī
kyārē ē aṭakē, kyārē ē chaṭakē, nā samaja ēnī tō paḍavānī
pharatā nā aṭakē, khēṁcatā ē khēṁcē, khēṁcāī kyāṁ ē tō javānī
ghaḍī ghaḍī caḍāvuṁ, ghaḍī ghaḍī ūtarē, sadā ē tō thakavavānī
cālē jyāṁ sīdhī, thōḍī mahēnatē, kāma jhājhuṁ ē karavānī
|