1989-01-21
1989-01-21
1989-01-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13155
તારા વિયોગે આંસુ વહે જ્યારે, લૂછવા ન આવે તું ત્યારે
તારા વિયોગે આંસુ વહે જ્યારે, લૂછવા ન આવે તું ત્યારે
રે માડી, આ રીત તારી, મને મંજૂર નથી
તારી યાદે-યાદે હૈયું પોકારે જ્યારે, વાટ જુએ તું તો ત્યારે - રે માડી...
અકળાવું ખૂબ હૈયે હું જ્યારે, રસ્તો સુઝાડે ન તું તો ત્યારે - રે માડી...
ખૂણે-ખૂણે તને શોધી વળું જ્યારે, છુપાઈ રહે તું તો ત્યારે - રે માડી...
રિસાવું તુજથી હું તો જ્યારે, મલકાઈ જોઈ રહે તું ત્યારે - રે માડી...
થાકી આંખ બંધ કરું હું તો જ્યારે, તારી યાદે મને તું સતાવે - રે માડી...
કહેવા બેસું તને તો જ્યારે, ભુલાવી બધું મને તું ત્યારે - રે માડી...
તારી યાદમાં ડૂબું હું તો જ્યારે, મોકલી માયા, યાદ તું તોડાવે - રે માડી...
ચારે તરફ તો અંધકાર દેખાયે, હાથ ના પકડે જો તું ત્યારે - રે માડી...
દુઃખ દર્દથી પીડાવું તો જ્યારે, ઊભી ઊભી તું જોઈ રહે ત્યારે - રે માડી...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā viyōgē āṁsu vahē jyārē, lūchavā na āvē tuṁ tyārē
rē māḍī, ā rīta tārī, manē maṁjūra nathī
tārī yādē-yādē haiyuṁ pōkārē jyārē, vāṭa juē tuṁ tō tyārē - rē māḍī...
akalāvuṁ khūba haiyē huṁ jyārē, rastō sujhāḍē na tuṁ tō tyārē - rē māḍī...
khūṇē-khūṇē tanē śōdhī valuṁ jyārē, chupāī rahē tuṁ tō tyārē - rē māḍī...
risāvuṁ tujathī huṁ tō jyārē, malakāī jōī rahē tuṁ tyārē - rē māḍī...
thākī āṁkha baṁdha karuṁ huṁ tō jyārē, tārī yādē manē tuṁ satāvē - rē māḍī...
kahēvā bēsuṁ tanē tō jyārē, bhulāvī badhuṁ manē tuṁ tyārē - rē māḍī...
tārī yādamāṁ ḍūbuṁ huṁ tō jyārē, mōkalī māyā, yāda tuṁ tōḍāvē - rē māḍī...
cārē tarapha tō aṁdhakāra dēkhāyē, hātha nā pakaḍē jō tuṁ tyārē - rē māḍī...
duḥkha dardathī pīḍāvuṁ tō jyārē, ūbhī ūbhī tuṁ jōī rahē tyārē - rē māḍī...
|