Hymn No. 1774 | Date: 17-Mar-1989
અરે, ઓઢીને ચૂંદડી લાલ, નિસર્યા સિધ્ધમા રમવાને રાસ
arē, ōḍhīnē cūṁdaḍī lāla, nisaryā sidhdhamā ramavānē rāsa
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1989-03-17
1989-03-17
1989-03-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13263
અરે, ઓઢીને ચૂંદડી લાલ, નિસર્યા સિધ્ધમા રમવાને રાસ
અરે, ઓઢીને ચૂંદડી લાલ, નિસર્યા સિધ્ધમા રમવાને રાસ
પહેરી છે અટલસની ચોળી ને ઘાઘરો ઘેરદાર - નીસર્યા...
ભરી છે એમાં, રૂપેરી કસબી ભાત - નીસર્યા...
કેડે કંદોરો હેમનો ને વળી ઝાંઝરીના રણકાર - નીસર્યા...
આવ્યા છે અવનિ પર, ચાલી થનગનતી ચાલ - નીસર્યા...
બાળ સંગ બાળ બની, ખેલે છે ઉમંગ રાસ - નીસર્યા...
એક એક બાળ સંગે રમે, એક એક માત - નીસર્યા...
આજ રમતા રાસ, સહુને હૈયે આનંદ ઊભરાય - નીસર્યા...
ઠેસે ઠેસે તાલ દેતા, અવનિ તો ડોલી જાય - નીસર્યા...
બાળ સંગ માતા રમે, સહુ ભાન ભૂલી જાય - નીસર્યા...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
અરે, ઓઢીને ચૂંદડી લાલ, નિસર્યા સિધ્ધમા રમવાને રાસ
પહેરી છે અટલસની ચોળી ને ઘાઘરો ઘેરદાર - નીસર્યા...
ભરી છે એમાં, રૂપેરી કસબી ભાત - નીસર્યા...
કેડે કંદોરો હેમનો ને વળી ઝાંઝરીના રણકાર - નીસર્યા...
આવ્યા છે અવનિ પર, ચાલી થનગનતી ચાલ - નીસર્યા...
બાળ સંગ બાળ બની, ખેલે છે ઉમંગ રાસ - નીસર્યા...
એક એક બાળ સંગે રમે, એક એક માત - નીસર્યા...
આજ રમતા રાસ, સહુને હૈયે આનંદ ઊભરાય - નીસર્યા...
ઠેસે ઠેસે તાલ દેતા, અવનિ તો ડોલી જાય - નીસર્યા...
બાળ સંગ માતા રમે, સહુ ભાન ભૂલી જાય - નીસર્યા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
arē, ōḍhīnē cūṁdaḍī lāla, nisaryā sidhdhamā ramavānē rāsa
pahērī chē aṭalasanī cōlī nē ghāgharō ghēradāra - nīsaryā...
bharī chē ēmāṁ, rūpērī kasabī bhāta - nīsaryā...
kēḍē kaṁdōrō hēmanō nē valī jhāṁjharīnā raṇakāra - nīsaryā...
āvyā chē avani para, cālī thanaganatī cāla - nīsaryā...
bāla saṁga bāla banī, khēlē chē umaṁga rāsa - nīsaryā...
ēka ēka bāla saṁgē ramē, ēka ēka māta - nīsaryā...
āja ramatā rāsa, sahunē haiyē ānaṁda ūbharāya - nīsaryā...
ṭhēsē ṭhēsē tāla dētā, avani tō ḍōlī jāya - nīsaryā...
bāla saṁga mātā ramē, sahu bhāna bhūlī jāya - nīsaryā...
|
|