1989-05-28
1989-05-28
1989-05-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13350
જન્મો વીત્યા, જન્મારો વીત્યો, દર્શન વિના તારા રે માડી
જન્મો વીત્યા, જન્મારો વીત્યો, દર્શન વિના તારા રે માડી
બંધાતો રહ્યો માયામાં તારી, ચક્ર રહ્યું સદા આ તો ચાલી
કદી ઊછળી હૈયે ભરતી ભક્તિની, કદી પ્રગટી થોડી જ્ઞાનની જ્યોતિ
બદલાઈ ના તોય માડી, બંધનની મારી આ કહાની
છે કહાની કંઈકની આ તો જગમાં, છે કહાની એજ મારી
યત્નોએ, યત્નોએ ભી ના તૂટી, માયાની દોરી એ તારી
કહેતો આવ્યો છું ‘મા’, છે તું મને પ્યારી, ગણી માયાને મેં તો પ્યારી
નથી વાંક એમાં કોઈ તારો, છે બધી એ તારી માયાની બલિહારી
છે જીવ તો મારો નાનો, ફર્યો તોય હૈયે અહં ભરીને ભારી
દેખાતો નથી કોઈ આરો, કરજે હવે તો માડી, કૃપા તો તારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
janmō vītyā, janmārō vītyō, darśana vinā tārā rē māḍī
baṁdhātō rahyō māyāmāṁ tārī, cakra rahyuṁ sadā ā tō cālī
kadī ūchalī haiyē bharatī bhaktinī, kadī pragaṭī thōḍī jñānanī jyōti
badalāī nā tōya māḍī, baṁdhananī mārī ā kahānī
chē kahānī kaṁīkanī ā tō jagamāṁ, chē kahānī ēja mārī
yatnōē, yatnōē bhī nā tūṭī, māyānī dōrī ē tārī
kahētō āvyō chuṁ ‘mā', chē tuṁ manē pyārī, gaṇī māyānē mēṁ tō pyārī
nathī vāṁka ēmāṁ kōī tārō, chē badhī ē tārī māyānī balihārī
chē jīva tō mārō nānō, pharyō tōya haiyē ahaṁ bharīnē bhārī
dēkhātō nathī kōī ārō, karajē havē tō māḍī, kr̥pā tō tārī
|