1989-07-06
1989-07-06
1989-07-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13387
જેવું વાવીયે તેવું તો મળે, જગમાં આ તો જોયું
જેવું વાવીયે તેવું તો મળે, જગમાં આ તો જોયું
વાવવાનું સાચું, જગમાં તોય ના સૂઝ્યું
રહ્યો પાપ તો વાવતો, બદલામાં પાપ તો મળ્યું
પુણ્ય વાવવાનું તો જગમાં, તોય ના સૂઝ્યું
વેર તો વાવ્યું હૈયામાં, બદલામાં વેર તો મળ્યું
પ્રેમ વાવવાનું હૈયામાં, તોય ના સૂઝ્યું
ઈર્ષ્યા વાવી આંખમાં, ઈર્ષ્યા બદલામાં મળી
વિશાળતા વાવવી હૈયામાં, તોય ના સૂઝ્યું
વાવ્યા કાંટા, મળ્યા કાંટા, ફૂલ તો ના મળ્યું
ચાહી સુગંધ ઘણી, બદલામાં લોહી તો નીક્ળ્યું
શંકા વાવી હૈયામાં, બદલામાં શંકા તો મળી
નજરે નજરે શંકા જાગી, શંકા વિના ના સૂઝ્યું
વાવ્યો વિશ્વાસ હૈયામાં, બદલામાં વિશ્વાસ મળ્યો
આવ્યો વિશ્વાસ જ્યાં હૈયે, ધામ પ્રભુનું એ તો બન્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jēvuṁ vāvīyē tēvuṁ tō malē, jagamāṁ ā tō jōyuṁ
vāvavānuṁ sācuṁ, jagamāṁ tōya nā sūjhyuṁ
rahyō pāpa tō vāvatō, badalāmāṁ pāpa tō malyuṁ
puṇya vāvavānuṁ tō jagamāṁ, tōya nā sūjhyuṁ
vēra tō vāvyuṁ haiyāmāṁ, badalāmāṁ vēra tō malyuṁ
prēma vāvavānuṁ haiyāmāṁ, tōya nā sūjhyuṁ
īrṣyā vāvī āṁkhamāṁ, īrṣyā badalāmāṁ malī
viśālatā vāvavī haiyāmāṁ, tōya nā sūjhyuṁ
vāvyā kāṁṭā, malyā kāṁṭā, phūla tō nā malyuṁ
cāhī sugaṁdha ghaṇī, badalāmāṁ lōhī tō nīklyuṁ
śaṁkā vāvī haiyāmāṁ, badalāmāṁ śaṁkā tō malī
najarē najarē śaṁkā jāgī, śaṁkā vinā nā sūjhyuṁ
vāvyō viśvāsa haiyāmāṁ, badalāmāṁ viśvāsa malyō
āvyō viśvāsa jyāṁ haiyē, dhāma prabhunuṁ ē tō banyuṁ
|