1989-07-13
1989-07-13
1989-07-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13397
છો કોણ, જીવનમાં જો એ ગોત્યું નહિ, ગોત્યું જીવનમાં બીજું બધું
છો કોણ, જીવનમાં જો એ ગોત્યું નહિ, ગોત્યું જીવનમાં બીજું બધું
રહેશો અધૂરા ને અધૂરા, અધૂરપનું કારણ જો ના જડયું
સુખ તો ગોત્યું સહુએ જીવનમાં, સુખ કાજે જગમાં સહુ ફર્યું
દુઃખી રહ્યા એ તો જીવનમાં, સાચા સુખનું કારણ જો ના જડયું
ભૂલી ખુદને, કરી દૃષ્ટિ માયામાં, ખુદની ખુદાઈ વિસરાઈ ગઈ
મળ્યું ના કિરણ પ્રકાશનું એને, મોહનિંદ્રામાં જે સૂઈ રહ્યું
સાગર તટે ઊભા રહી, મળે મોજ તો જોવા તરંગની
પડયા વિના સાગરમાં, મોજ તરવાની તો ના મળી
વિચારો ને વિચારોમાં રહી, વિચાર વિના ના કાંઈ મળ્યું
ના કર્યો અમલ એણે, વિચાર ચરિતાર્થ તો ના બન્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chō kōṇa, jīvanamāṁ jō ē gōtyuṁ nahi, gōtyuṁ jīvanamāṁ bījuṁ badhuṁ
rahēśō adhūrā nē adhūrā, adhūrapanuṁ kāraṇa jō nā jaḍayuṁ
sukha tō gōtyuṁ sahuē jīvanamāṁ, sukha kājē jagamāṁ sahu pharyuṁ
duḥkhī rahyā ē tō jīvanamāṁ, sācā sukhanuṁ kāraṇa jō nā jaḍayuṁ
bhūlī khudanē, karī dr̥ṣṭi māyāmāṁ, khudanī khudāī visarāī gaī
malyuṁ nā kiraṇa prakāśanuṁ ēnē, mōhaniṁdrāmāṁ jē sūī rahyuṁ
sāgara taṭē ūbhā rahī, malē mōja tō jōvā taraṁganī
paḍayā vinā sāgaramāṁ, mōja taravānī tō nā malī
vicārō nē vicārōmāṁ rahī, vicāra vinā nā kāṁī malyuṁ
nā karyō amala ēṇē, vicāra caritārtha tō nā banyuṁ
|