|
View Original |
|
અવની પર સૂર્ય એક છે, કિરણો એના છે અનેક
નોખનોખા દેખાયે ભલે, છે એ તો એકના એક
ઉઠાવો બિંદુ એક સાગરમાંથી, સાગરમાં ફરક ના પડશે
હશે બિંદુ જ્યાં સુધી સાગરમાં, એ સાગર તો સાગર રહેશે
રાત્રે તો તારલિયાનું તેજ તો નોખનોખું ઝળકે
સૂર્યપ્રકાશ ફેલાતા, એના તેજમાં તેજ વિલીન થાશે
જળ ઝરણાના થઈ ભેગાં, એમાંથી તો નદી બનશે
સાગરમાં તો બધી નદીના જળ આખર સમાઈ જાશે
છે આત્મા તો પરમાત્માનો અંશ, એમાં એ ભળી જાશે
અલગ, અલગ રહેશે જ્યાં સુધી, અલગ એ તો દેખાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)