Hymn No. 2533 | Date: 22-May-1990
મન નાચતું ને કૂદતું રહ્યું સદા, શિક્ષા એની તન તો ભોગવી રહ્યું
mana nācatuṁ nē kūdatuṁ rahyuṁ sadā, śikṣā ēnī tana tō bhōgavī rahyuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-05-22
1990-05-22
1990-05-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13522
મન નાચતું ને કૂદતું રહ્યું સદા, શિક્ષા એની તન તો ભોગવી રહ્યું
મન નાચતું ને કૂદતું રહ્યું સદા, શિક્ષા એની તન તો ભોગવી રહ્યું
દોડયું બધે રે એ તો, થાક્યું એ તો, બીમારીના આરે એ તો પહોંચી ગયું
ગતિ મનની તો છે ઘણી, ના તનની ગતિ એટલી, તન એમાં ખેંચાતું રહ્યું
લાંબા સાથે ટૂંકું રે દોડયું, મર્યું નહિ પણ માંદુ એ તો પડ્યું
છૂટી ના આદત તો મનની, ના તન મનને છોડી શક્યું, ના એને પહોંચી શક્યું
કર્યા તુક્કા મને તો ઘણા, સકર્મીની જીભ, અકર્મીના ટાંટિયા એવું બન્યું
ના દેખાતું, રાજ તોય તન પર કરતું રહ્યું, સહન તન તો કરતું રહ્યું
ભાવ ને શ્રદ્ધાની સાથે જગડતું રહ્યું, હાલત તનની બગાડતું રહ્યું
જ્યાં મને તનને સાથ દીધો, ભાવ, પ્રેમ ને શ્રદ્ધાનું અમૃત પીધું
સ્વર્ગની સીડી રહી ન દૂર, સ્વર્ગ અહીં ને અહીં ઊભું તો થઈ ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana nācatuṁ nē kūdatuṁ rahyuṁ sadā, śikṣā ēnī tana tō bhōgavī rahyuṁ
dōḍayuṁ badhē rē ē tō, thākyuṁ ē tō, bīmārīnā ārē ē tō pahōṁcī gayuṁ
gati mananī tō chē ghaṇī, nā tananī gati ēṭalī, tana ēmāṁ khēṁcātuṁ rahyuṁ
lāṁbā sāthē ṭūṁkuṁ rē dōḍayuṁ, maryuṁ nahi paṇa māṁdu ē tō paḍyuṁ
chūṭī nā ādata tō mananī, nā tana mananē chōḍī śakyuṁ, nā ēnē pahōṁcī śakyuṁ
karyā tukkā manē tō ghaṇā, sakarmīnī jībha, akarmīnā ṭāṁṭiyā ēvuṁ banyuṁ
nā dēkhātuṁ, rāja tōya tana para karatuṁ rahyuṁ, sahana tana tō karatuṁ rahyuṁ
bhāva nē śraddhānī sāthē jagaḍatuṁ rahyuṁ, hālata tananī bagāḍatuṁ rahyuṁ
jyāṁ manē tananē sātha dīdhō, bhāva, prēma nē śraddhānuṁ amr̥ta pīdhuṁ
svarganī sīḍī rahī na dūra, svarga ahīṁ nē ahīṁ ūbhuṁ tō thaī gayuṁ
|