1990-06-14
1990-06-14
1990-06-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13571
જાણું કે ન જાણું હું તો ‘મા’ ને રે ભલે, ‘મા’ તો મને જાણે છે

ગણું કે ન ગણું ‘મા’ ને હું તો મારી, ‘મા’ તો મને એનો ગણે છે
કરું હું સાચું કે ખોટું, ‘મા’ તો મને પ્રેમમાં નવરાવે છે
નિરાશ થઈ જ્યાં બેસું રે હું તો, પ્રેમાળ હાથ પીઠે ફેરવે છે
જ્યાં નયનોથી વહે આંસુ તો મારા, આંસુ હેતેથી લૂંછે છે
મૂંઝાઉં તો જગમાં જ્યારે ને જ્યારે, મારગ પ્રેમે બતાવે છે
મારી નજરમાંથી ભલે હટી જાય એ, ના એની નજરમાંથી હટાવે છે
જાગે અભિમાન તો જ્યાં હૈયે, ના અભિમાનમાં રહેવા એ તો દે છે
ધરાવું જે-જે ‘મા’ ને તો ભાવે, કરી અનેકગણું પાછું એ આપે છે
જાગશે જ્યાં ભાવ મુક્તિનો રે સાચો, મુક્તિ એ તો આપે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāṇuṁ kē na jāṇuṁ huṁ tō ‘mā' nē rē bhalē, ‘mā' tō manē jāṇē chē
gaṇuṁ kē na gaṇuṁ ‘mā' nē huṁ tō mārī, ‘mā' tō manē ēnō gaṇē chē
karuṁ huṁ sācuṁ kē khōṭuṁ, ‘mā' tō manē prēmamāṁ navarāvē chē
nirāśa thaī jyāṁ bēsuṁ rē huṁ tō, prēmāla hātha pīṭhē phēravē chē
jyāṁ nayanōthī vahē āṁsu tō mārā, āṁsu hētēthī lūṁchē chē
mūṁjhāuṁ tō jagamāṁ jyārē nē jyārē, māraga prēmē batāvē chē
mārī najaramāṁthī bhalē haṭī jāya ē, nā ēnī najaramāṁthī haṭāvē chē
jāgē abhimāna tō jyāṁ haiyē, nā abhimānamāṁ rahēvā ē tō dē chē
dharāvuṁ jē-jē ‘mā' nē tō bhāvē, karī anēkagaṇuṁ pāchuṁ ē āpē chē
jāgaśē jyāṁ bhāva muktinō rē sācō, mukti ē tō āpē chē
|
|