1990-08-20
1990-08-20
1990-08-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13705
પશુઓની વૃત્તિઓ માનવમાં, ક્યારે ને ક્યારે ઉપર આવી જાય છે

સસલાં જેવા કોઈ બીકણ રહે, સિંહ જેવા કોઈ શૂરવીર દેખાય છે
વાઘ જેવાં કોઈ વિકરાળ બને, કોઈમાં શિયાળની લૂચ્ચાઈ દેખાય છે
સંસર્ગે શું આ વૃત્તિઓ આવી, કે આંતરવૃત્તિઓ અભિવ્યક્ત થાય છે
હાથી જેવા કંઈક મદોન્મત્ત દેખાય છે, ક્યાંય હરણ જેવી ચપળતા દેખાય છે
ઝરખ જેવી લોલુપતા જોવા મળે, કોઈ ગર્દભ જેમ લાત મારતા જાય છે
કોઈ બળદ જેમ ભાર વહન કરે, કોઈ તો શ્વાન જેમ ભસતા જાય છે
કોઈ દીપડા જેમ તરાપ મારે, કોઈમાં તો ચિત્તાની ચપળતા દેખાય છે
કોઈમાં તો વાનરવૃત્તિ કૂદતી રહે, કોઈમાં ગેંડાની ચાલ દેખાય છે
કોઈમાં બગલાવૃત્તિ મુખ્ય રહે, કોઈ મીન જેમ તરફડતા જાય છે
કોઈ ભેંસ જેમ આળસું રહે, કોઈ બકરી જેમ તો કૂદતા જાય છે
કોઈ કાગડા જેમ કોલાહલ કરતા જાય છે, કોઈ બાજ જેમ ત્રાટકતા જાય છે
કોઈ ગરુડ જેમ ઉપર ઊડતા જાય છે, કોઈ કબૂતર જેમ ફફડતા જાય છે
મેળવી ના શકે પશુ-પક્ષી વૃત્તિ પર કાબૂ, માનવ, તું શાને એમાં તારી ગણતરી કરાવતો જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
paśuōnī vr̥ttiō mānavamāṁ, kyārē nē kyārē upara āvī jāya chē
sasalāṁ jēvā kōī bīkaṇa rahē, siṁha jēvā kōī śūravīra dēkhāya chē
vāgha jēvāṁ kōī vikarāla banē, kōīmāṁ śiyālanī lūccāī dēkhāya chē
saṁsargē śuṁ ā vr̥ttiō āvī, kē āṁtaravr̥ttiō abhivyakta thāya chē
hāthī jēvā kaṁīka madōnmatta dēkhāya chē, kyāṁya haraṇa jēvī capalatā dēkhāya chē
jharakha jēvī lōlupatā jōvā malē, kōī gardabha jēma lāta māratā jāya chē
kōī balada jēma bhāra vahana karē, kōī tō śvāna jēma bhasatā jāya chē
kōī dīpaḍā jēma tarāpa mārē, kōīmāṁ tō cittānī capalatā dēkhāya chē
kōīmāṁ tō vānaravr̥tti kūdatī rahē, kōīmāṁ gēṁḍānī cāla dēkhāya chē
kōīmāṁ bagalāvr̥tti mukhya rahē, kōī mīna jēma taraphaḍatā jāya chē
kōī bhēṁsa jēma ālasuṁ rahē, kōī bakarī jēma tō kūdatā jāya chē
kōī kāgaḍā jēma kōlāhala karatā jāya chē, kōī bāja jēma trāṭakatā jāya chē
kōī garuḍa jēma upara ūḍatā jāya chē, kōī kabūtara jēma phaphaḍatā jāya chē
mēlavī nā śakē paśu-pakṣī vr̥tti para kābū, mānava, tuṁ śānē ēmāṁ tārī gaṇatarī karāvatō jāya chē
|