1990-09-03
1990-09-03
1990-09-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13731
કરીશ દ્વાર બંધ જો તું, પ્રેમ ને ભક્તિ કાજે તારા હૈયાના
કરીશ દ્વાર બંધ જો તું, પ્રેમ ને ભક્તિ કાજે તારા હૈયાના
રાખીશ ખુલ્લાં દ્વાર જો તું, હૈયાના સદા વાસનામાં
ચેત ચેત રે માનવ તું ચેત, હાલ બૂરા તારા તો થઈ જવાના
મૂકીશ આંધળી દોટ તું, જ્યાં માયા પાછળ
કરીશ બંધ દ્વાર તો તું, જ્યાં વિવેકના - ચેત...
સાચા ખોટાના ભેદ ભૂલીશ, અહીં-તહીં જગમાં જો ભમીશ
હટાવીશ પ્રેમને જો હૈયેથી, પ્રેમનાં સાંસાં ત્યાં પડવાના - ચેત...
તાર્યા નથી માયાએ તો જગમાં કોઈને
ના સમજીશ જો આ તું, ફટકા માયાના મળવાના - ચેત...
અસંતોષે હૈયું જો ભર્યું રાખીશ, કામ-ક્રોધને જો ના હટાવીશ
દયા ધરમને હૈયેથી વિસરાવીશ, પડશે જીવનમાં આકરાં ચડાણ ચડવાના - ચેત...
સત્યમાંથી જો તું પાછો હટીશ, અસત્યને જો ગળે વળગાડીશ
મોહ-માયાને હૈયે લપેટીશ, દહાડા સુખના, તુજથી દૂર રહેવાના - ચેત...
હૈયે પ્રભુને જો ના સ્થાપીશ, મનને ફરતું ને ફરતું રાખીશ
વૃથા સમય તારો જો વિતાવીશ, ફેરા જનમના રહી જવાના - ચેત...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karīśa dvāra baṁdha jō tuṁ, prēma nē bhakti kājē tārā haiyānā
rākhīśa khullāṁ dvāra jō tuṁ, haiyānā sadā vāsanāmāṁ
cēta cēta rē mānava tuṁ cēta, hāla būrā tārā tō thaī javānā
mūkīśa āṁdhalī dōṭa tuṁ, jyāṁ māyā pāchala
karīśa baṁdha dvāra tō tuṁ, jyāṁ vivēkanā - cēta...
sācā khōṭānā bhēda bhūlīśa, ahīṁ-tahīṁ jagamāṁ jō bhamīśa
haṭāvīśa prēmanē jō haiyēthī, prēmanāṁ sāṁsāṁ tyāṁ paḍavānā - cēta...
tāryā nathī māyāē tō jagamāṁ kōīnē
nā samajīśa jō ā tuṁ, phaṭakā māyānā malavānā - cēta...
asaṁtōṣē haiyuṁ jō bharyuṁ rākhīśa, kāma-krōdhanē jō nā haṭāvīśa
dayā dharamanē haiyēthī visarāvīśa, paḍaśē jīvanamāṁ ākarāṁ caḍāṇa caḍavānā - cēta...
satyamāṁthī jō tuṁ pāchō haṭīśa, asatyanē jō galē valagāḍīśa
mōha-māyānē haiyē lapēṭīśa, dahāḍā sukhanā, tujathī dūra rahēvānā - cēta...
haiyē prabhunē jō nā sthāpīśa, mananē pharatuṁ nē pharatuṁ rākhīśa
vr̥thā samaya tārō jō vitāvīśa, phērā janamanā rahī javānā - cēta...
|