1990-09-07
1990-09-07
1990-09-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13737
રહેશે ને છે, વિશ્વાસ પ્રભુમાં જેને પૂરો રે, જગમાં એને મેળવવા જેવું કાંઈ નથી રે

ભેળવી દીધી ઇચ્છાઓ તો જ્યાં વિશ્વાસમાં રે, વિશ્વાસ ત્યાં તો ટકતો નથી રે
મિલાવટ ઇચ્છાઓની રે, કરશે ભ્રમ ઊભો રે એ તો, વિશ્વાસ ત્યાં રહેતો નથી રે
ઇચ્છાઓની તો આવે ચડતી ને પડતી રે, હાલત વિશ્વાસની સ્થિર રહેતી નથી રે
થાયે કસોટી જ્યાં વિશ્વાસની રે, શ્વાસ રૂંધાયા વિના રહેતા નથી રે
થાયે વૃદ્ધિ વિશ્વાસની જો ધીરે-ધીરે રે, ટક્યા વિના એ તો રહેતો નથી રે
બનશે મજબૂત જ્યાં એ તો એવો રે, મુસીબતમાં પણ એ તૂટતો નથી રે
સંજોગે-સંજોગે વિશુદ્ધ થાયે, વિશુદ્ધિ વિના મિલન પ્રભુનું થાતું નથી રે
વિશુદ્ધિ તો પાત્રતા ઊભી કરે, પાત્રતા વિના તો કાંઈ મળવાનું નથી રે
ઘેરે લીલા ભલે રે એને, સ્પર્શ એનો તો એને થવાનો નથી રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahēśē nē chē, viśvāsa prabhumāṁ jēnē pūrō rē, jagamāṁ ēnē mēlavavā jēvuṁ kāṁī nathī rē
bhēlavī dīdhī icchāō tō jyāṁ viśvāsamāṁ rē, viśvāsa tyāṁ tō ṭakatō nathī rē
milāvaṭa icchāōnī rē, karaśē bhrama ūbhō rē ē tō, viśvāsa tyāṁ rahētō nathī rē
icchāōnī tō āvē caḍatī nē paḍatī rē, hālata viśvāsanī sthira rahētī nathī rē
thāyē kasōṭī jyāṁ viśvāsanī rē, śvāsa rūṁdhāyā vinā rahētā nathī rē
thāyē vr̥ddhi viśvāsanī jō dhīrē-dhīrē rē, ṭakyā vinā ē tō rahētō nathī rē
banaśē majabūta jyāṁ ē tō ēvō rē, musībatamāṁ paṇa ē tūṭatō nathī rē
saṁjōgē-saṁjōgē viśuddha thāyē, viśuddhi vinā milana prabhunuṁ thātuṁ nathī rē
viśuddhi tō pātratā ūbhī karē, pātratā vinā tō kāṁī malavānuṁ nathī rē
ghērē līlā bhalē rē ēnē, sparśa ēnō tō ēnē thavānō nathī rē
|