1990-11-23
1990-11-23
1990-11-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13887
જોઈએ છે પ્રકાશ જીવનમાં તો તારે, બારીબારણાં બંધ શાને રાખ્યા છે

ખાવો છે ખોરાક જ્યારે તો તારે, મુખ બંધ તો તેં શાને રાખ્યું છે
જોઈએ છે શાંતિ જીવનમાં તો તારે, સમજણના દ્વાર બંધ શાને કર્યા છે
જોઈએ છે જ્ઞાન જીવનમાં તો તારે, શંકાના દ્વાર શાને તેં ખોલ્યાં છે
કરવા છે દર્શન પ્રભુના તો તારે, ખોટી રાહો શાને તેં અપનાવી છે
સત્યના રાહે જીવનમાં ચાલવું છે તારે, ડર હૈયે તું તો શાને રાખે છે
જોઈએ છે સાથ જીવનમાં સહુનો તો તારે, વેર સહુથી તો તું શાને બાંધે છે
પ્રેમ કરવો છે જ્યાં જગમાં સહુને તો તારે, અપેક્ષા હૈયે શાને તું ધરાવે છે
પામવું છે ને વધવું છે જીવનમાં આગળ તો તારે, આળસ ના કેમ તું ખંખેરે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōīē chē prakāśa jīvanamāṁ tō tārē, bārībāraṇāṁ baṁdha śānē rākhyā chē
khāvō chē khōrāka jyārē tō tārē, mukha baṁdha tō tēṁ śānē rākhyuṁ chē
jōīē chē śāṁti jīvanamāṁ tō tārē, samajaṇanā dvāra baṁdha śānē karyā chē
jōīē chē jñāna jīvanamāṁ tō tārē, śaṁkānā dvāra śānē tēṁ khōlyāṁ chē
karavā chē darśana prabhunā tō tārē, khōṭī rāhō śānē tēṁ apanāvī chē
satyanā rāhē jīvanamāṁ cālavuṁ chē tārē, ḍara haiyē tuṁ tō śānē rākhē chē
jōīē chē sātha jīvanamāṁ sahunō tō tārē, vēra sahuthī tō tuṁ śānē bāṁdhē chē
prēma karavō chē jyāṁ jagamāṁ sahunē tō tārē, apēkṣā haiyē śānē tuṁ dharāvē chē
pāmavuṁ chē nē vadhavuṁ chē jīvanamāṁ āgala tō tārē, ālasa nā kēma tuṁ khaṁkhērē chē
|
|