|
View Original |
|
હિંમતથી સંજોગોનો તું સામનો કર (2)
ખુદની તારી મનની શક્તિમાં તું શક્તિ ભર - હિંમતથી...
ધ્યેય તરફ વધજે આગળ, એક નજર એના પર કર - હિંમતથી...
ખૂટતી તારી ધીરજમાં તો તું ધીરજ ભર - હિંમતથી...
મળ્યું નથી, મેળવવું છે શું, એનો તું વિચાર કર - હિંમતથી...
વિશ્વાસે ડગમગતા ડગલાંને હવે તું સ્થિર કર - હિંમતથી...
સાચો પશ્ચાત્તાપ કરીને, ભૂલોનો તું એકરાર કર - હિંમતથી...
જગકલ્યાણ કાજે, હૈયામાં કલ્યાણની તું ભાવના ભર - હિંમતથી...
આવે તોફાન જીવનમાં, સામનાનો તું નિર્ધાર કર - હિંમતથી...
છે અંતિમ લક્ષ્ય તારું તો પ્રભુ, આ જીવનમાં એ પૂર્ણ કર - હિંમતથી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)