1990-12-10
1990-12-10
1990-12-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13916
આવકારની કાર તો સહુને મીઠી લાગે રે
આવકારની કાર તો સહુને મીઠી લાગે રે
સ્વીકારની કાર તો સહુને સદાય ગમે રે
સત્કારની કાર તો સહુને વ્હાલી લાગે રે
પુરસ્કારની કારથી તો હૈયું સહુનું ઊછળે રે
પુકારની સાચી કારથી તો પ્રભુ નજદીક આવે રે
સાકારની કાર તો સદા આંખને તો ગમે રે
નિરાકારની કારમાં બેસી, ધ્યાની તો ધ્યાન ધરે રે
આકારની કાર તો રૂપ જગમાં તો અનેક ધરે રે
તિરસ્કારની કાર તો જગમાં ના કોઈને ગમે રે
બેકારની કારમાં બેસવા ના કોઈ તૈયાર થાયે રે
વિકારની કારમાં બેસવાથી તો શોભા ઘટે રે
નમસ્કારની કાર તો સદા સહુને મીઠી લાગે રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આવકારની કાર તો સહુને મીઠી લાગે રે
સ્વીકારની કાર તો સહુને સદાય ગમે રે
સત્કારની કાર તો સહુને વ્હાલી લાગે રે
પુરસ્કારની કારથી તો હૈયું સહુનું ઊછળે રે
પુકારની સાચી કારથી તો પ્રભુ નજદીક આવે રે
સાકારની કાર તો સદા આંખને તો ગમે રે
નિરાકારની કારમાં બેસી, ધ્યાની તો ધ્યાન ધરે રે
આકારની કાર તો રૂપ જગમાં તો અનેક ધરે રે
તિરસ્કારની કાર તો જગમાં ના કોઈને ગમે રે
બેકારની કારમાં બેસવા ના કોઈ તૈયાર થાયે રે
વિકારની કારમાં બેસવાથી તો શોભા ઘટે રે
નમસ્કારની કાર તો સદા સહુને મીઠી લાગે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvakāranī kāra tō sahunē mīṭhī lāgē rē
svīkāranī kāra tō sahunē sadāya gamē rē
satkāranī kāra tō sahunē vhālī lāgē rē
puraskāranī kārathī tō haiyuṁ sahunuṁ ūchalē rē
pukāranī sācī kārathī tō prabhu najadīka āvē rē
sākāranī kāra tō sadā āṁkhanē tō gamē rē
nirākāranī kāramāṁ bēsī, dhyānī tō dhyāna dharē rē
ākāranī kāra tō rūpa jagamāṁ tō anēka dharē rē
tiraskāranī kāra tō jagamāṁ nā kōīnē gamē rē
bēkāranī kāramāṁ bēsavā nā kōī taiyāra thāyē rē
vikāranī kāramāṁ bēsavāthī tō śōbhā ghaṭē rē
namaskāranī kāra tō sadā sahunē mīṭhī lāgē rē
|
|