1991-02-04
1991-02-04
1991-02-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14018
ભાવ વિનાના હકદાવા રે, પ્રભુ પાસે તો ટકતા નથી
ભાવ વિનાના હકદાવા રે, પ્રભુ પાસે તો ટકતા નથી
સાચા ભાવ તો જીવનમાં રે, હકદાવા તો કરતા નથી
હકદાવામાં તો જગમાં રે, ભાવ તો ક્યાંય દેખાતા નથી
શુદ્ધભાવ તો કાંઈ ના માગે, માંગણીથી દૂષિત કરતા નથી
શુદ્ધ માંગણીમાં શુદ્ધભાવ રહે, એ વિના બીજું હોતું નથી
અન્યને હેરાન કરવાના ભાવે, ખુદને હેરાન કર્યા વિના રહેતા નથી
પ્રેમવિના પ્રેમભાવ ના ટકે, પ્રેમ વિના બીજું એમાં હોતું નથી
દયામાં જ્યાં બીજા ભાવ જાગે, દયા ત્યાં કાંઈ રહેતી નથી
કરૂણાભાવ સહજ તો જાગે, કોઈના કહેવાથી ઊભી થાતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ભાવ વિનાના હકદાવા રે, પ્રભુ પાસે તો ટકતા નથી
સાચા ભાવ તો જીવનમાં રે, હકદાવા તો કરતા નથી
હકદાવામાં તો જગમાં રે, ભાવ તો ક્યાંય દેખાતા નથી
શુદ્ધભાવ તો કાંઈ ના માગે, માંગણીથી દૂષિત કરતા નથી
શુદ્ધ માંગણીમાં શુદ્ધભાવ રહે, એ વિના બીજું હોતું નથી
અન્યને હેરાન કરવાના ભાવે, ખુદને હેરાન કર્યા વિના રહેતા નથી
પ્રેમવિના પ્રેમભાવ ના ટકે, પ્રેમ વિના બીજું એમાં હોતું નથી
દયામાં જ્યાં બીજા ભાવ જાગે, દયા ત્યાં કાંઈ રહેતી નથી
કરૂણાભાવ સહજ તો જાગે, કોઈના કહેવાથી ઊભી થાતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhāva vinānā hakadāvā rē, prabhu pāsē tō ṭakatā nathī
sācā bhāva tō jīvanamāṁ rē, hakadāvā tō karatā nathī
hakadāvāmāṁ tō jagamāṁ rē, bhāva tō kyāṁya dēkhātā nathī
śuddhabhāva tō kāṁī nā māgē, māṁgaṇīthī dūṣita karatā nathī
śuddha māṁgaṇīmāṁ śuddhabhāva rahē, ē vinā bījuṁ hōtuṁ nathī
anyanē hērāna karavānā bhāvē, khudanē hērāna karyā vinā rahētā nathī
prēmavinā prēmabhāva nā ṭakē, prēma vinā bījuṁ ēmāṁ hōtuṁ nathī
dayāmāṁ jyāṁ bījā bhāva jāgē, dayā tyāṁ kāṁī rahētī nathī
karūṇābhāva sahaja tō jāgē, kōīnā kahēvāthī ūbhī thātī nathī
|
|