1991-02-16
1991-02-16
1991-02-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14041
મન મેલું સારું કે તન મેલું સારું, ના જગમાં જલદી એ સમજાયું
મન મેલું સારું કે તન મેલું સારું, ના જગમાં જલદી એ સમજાયું
કરતા રહ્યા સહુ સાફ તનને, મનને રાખ્યું સદા તો અભડાતું
તનને ધોતા તીર્થોમાં જાતાં, મન પાછળ ધ્યાન તો ના રાખ્યું
તન મેલું તો નજરે ચડતું, મન મેલું તો નજરે ના દેખાતું
તન રહ્યું નજરમાં જ્યાં રમતું, મન રહ્યું સદા ત્યાં તો ભુલાતું
લીધી કાળજી તનની જેટલી, મન તરફ તો દુર્લક્ષ રાખ્યું
તન કરતા ચોખ્ખું, આસક્તિ વધી, મન થાતા ચોખ્ખું અહંકાર ઘટયો
બહારનો મેલ તો બહાર ચોંટયો, અંદરનું મન મેલું ના લાગ્યું
જીવનમાં સફાઈનો તો આગ્રહ રાખતા, મનને કરવું સાફ ભુલાઈ ગયું
પ્રભુના મહામનનું છે મન અંગ નાનું, થાતા સાફ, દર્શન પ્રભુનું થાતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana mēluṁ sāruṁ kē tana mēluṁ sāruṁ, nā jagamāṁ jaladī ē samajāyuṁ
karatā rahyā sahu sāpha tananē, mananē rākhyuṁ sadā tō abhaḍātuṁ
tananē dhōtā tīrthōmāṁ jātāṁ, mana pāchala dhyāna tō nā rākhyuṁ
tana mēluṁ tō najarē caḍatuṁ, mana mēluṁ tō najarē nā dēkhātuṁ
tana rahyuṁ najaramāṁ jyāṁ ramatuṁ, mana rahyuṁ sadā tyāṁ tō bhulātuṁ
līdhī kālajī tananī jēṭalī, mana tarapha tō durlakṣa rākhyuṁ
tana karatā cōkhkhuṁ, āsakti vadhī, mana thātā cōkhkhuṁ ahaṁkāra ghaṭayō
bahāranō mēla tō bahāra cōṁṭayō, aṁdaranuṁ mana mēluṁ nā lāgyuṁ
jīvanamāṁ saphāīnō tō āgraha rākhatā, mananē karavuṁ sāpha bhulāī gayuṁ
prabhunā mahāmananuṁ chē mana aṁga nānuṁ, thātā sāpha, darśana prabhunuṁ thātuṁ
|