1991-02-17
1991-02-17
1991-02-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14042
દીધું છે જીવન, જ્યાં તેં તો અમને રે ભગવાન
દીધું છે જીવન, જ્યાં તેં તો અમને રે ભગવાન
વાપરીએ જો એ તારા કાજે, એમાં અમે કાંઈ ઉપકાર કરતા નથી
ગૂંથાઈ જીવનમાં તો એવા, ભુલીએ જ્યાં અમે તારું તો નામ
અપકાર વિના એમાં, અમે, બીજું તો કાંઈ કરતા નથી
દીધી બુદ્ધિ તેં તો અમને તને સમજવા તો ભગવાન
સ્વાર્થ કાજે સદા વાપરી, અપરાધ વિના બીજું એ કાંઈ નથી
દીધી મનરૂપી પાંખ, પ્હોંચવા તારી પાસે રે ભગવાન
જગાવી અહંકાર, ડૂબી માયામાં, ગુના વિના બીજું એ કાંઈ નથી
રાખ્યો વિશ્વાસ જેટલો માયામાં, રાખ્યો ના એટલો તુજમાં રે ભગવાન
રહ્યા દુઃખી થાતાં તો જગમાં, એમાં અમારી ખામી વિના બીજું કાંઈ નથી
નિત્ય નિરંતર જગમાં તને જો રટી શકું રે ભગવાન
ના કાંઈ એમાં શક્તિ છે અમારી, તારી કૃપા વિના બીજું એ કાંઈ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dīdhuṁ chē jīvana, jyāṁ tēṁ tō amanē rē bhagavāna
vāparīē jō ē tārā kājē, ēmāṁ amē kāṁī upakāra karatā nathī
gūṁthāī jīvanamāṁ tō ēvā, bhulīē jyāṁ amē tāruṁ tō nāma
apakāra vinā ēmāṁ, amē, bījuṁ tō kāṁī karatā nathī
dīdhī buddhi tēṁ tō amanē tanē samajavā tō bhagavāna
svārtha kājē sadā vāparī, aparādha vinā bījuṁ ē kāṁī nathī
dīdhī manarūpī pāṁkha, phōṁcavā tārī pāsē rē bhagavāna
jagāvī ahaṁkāra, ḍūbī māyāmāṁ, gunā vinā bījuṁ ē kāṁī nathī
rākhyō viśvāsa jēṭalō māyāmāṁ, rākhyō nā ēṭalō tujamāṁ rē bhagavāna
rahyā duḥkhī thātāṁ tō jagamāṁ, ēmāṁ amārī khāmī vinā bījuṁ kāṁī nathī
nitya niraṁtara jagamāṁ tanē jō raṭī śakuṁ rē bhagavāna
nā kāṁī ēmāṁ śakti chē amārī, tārī kr̥pā vinā bījuṁ ē kāṁī nathī
|