Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3059 | Date: 20-Feb-1991
ચોખ્ખો તો કરવા દે રે માડી, ચોખ્ખો કરવા દે
Cōkhkhō tō karavā dē rē māḍī, cōkhkhō karavā dē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 3059 | Date: 20-Feb-1991

ચોખ્ખો તો કરવા દે રે માડી, ચોખ્ખો કરવા દે

  No Audio

cōkhkhō tō karavā dē rē māḍī, cōkhkhō karavā dē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1991-02-20 1991-02-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14048 ચોખ્ખો તો કરવા દે રે માડી, ચોખ્ખો કરવા દે ચોખ્ખો તો કરવા દે રે માડી, ચોખ્ખો કરવા દે

ચોપડો જીવનનો તો મારો રે માડી, ચોખ્ખો કરવા દે

બતાવે છે ઉધાર તો પાપનું ખાતું મારું રે

પુણ્યથી તો જીવનમાં, સરભર એને તો કરવા દે

મારું મારું તો કરી કર્યું ભેગું, હવે બધું તને એ તો સોંપવા દે

લખું ભલે ગમે તે શાહીથી, લખાણને હવે તો લખવા દે

વિકારોના લખ્યાં ખૂબ લખાણ, સંયમથી હવે એને ભૂંસવા દે

સદ્વિચારોની કોતરણીથી હવે એને શણગારવા દે

છે કર્મના અક્ષરો ગૂંચવણભર્યા, કર્મથી ઉકેલી સરળ કરવા દે

અન્ય કાજે અભાવના ખાતાને, ભાવથી ભરપૂર કરવા દે

લેણદેણ જગની તો જગમાં જ સરભર કરવા દે

કરી ચોખ્ખો આવવું છે પાસે, તારા ચરણમાં એને ધરવા દે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

cōkhkhō tō karavā dē rē māḍī, cōkhkhō karavā dē

cōpaḍō jīvananō tō mārō rē māḍī, cōkhkhō karavā dē

batāvē chē udhāra tō pāpanuṁ khātuṁ māruṁ rē

puṇyathī tō jīvanamāṁ, sarabhara ēnē tō karavā dē

māruṁ māruṁ tō karī karyuṁ bhēguṁ, havē badhuṁ tanē ē tō sōṁpavā dē

lakhuṁ bhalē gamē tē śāhīthī, lakhāṇanē havē tō lakhavā dē

vikārōnā lakhyāṁ khūba lakhāṇa, saṁyamathī havē ēnē bhūṁsavā dē

sadvicārōnī kōtaraṇīthī havē ēnē śaṇagāravā dē

chē karmanā akṣarō gūṁcavaṇabharyā, karmathī ukēlī sarala karavā dē

anya kājē abhāvanā khātānē, bhāvathī bharapūra karavā dē

lēṇadēṇa jaganī tō jagamāṁ ja sarabhara karavā dē

karī cōkhkhō āvavuṁ chē pāsē, tārā caraṇamāṁ ēnē dharavā dē
English Explanation: Increase Font Decrease Font

Let me cleanse it oh divine mother; let me cleanse it.

The book of my life; Oh divine mother, let me cleanse it.

The account of my sins is still pending,

Let me accumulate my book of life with good deeds in life.

I accumulated everything considering it as mine and mine; now let me surrender everything to you.

I may write with whatever ink, now let me write the words.

I wrote a lot of words with vices, now let me erase them with discipline.

Now let me etch the words with right thoughts and decorate it.

The letters of karma (action) are indecipherable; now let me do the right deeds to make them easier to understand.

Let me fill the account of enmity for others with love.

Let me make the transactions of give and take with others in this world balanced.

I want to make the book of my life clean and come to you; let me surrender it to your lotus feet.
Scan Image

Gujarati Bhajan no. 3059 by Satguru Devendra Ghia - Kaka

First...305830593060...Last