1991-03-20
1991-03-20
1991-03-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14090
મન તો સદા ને સદા ફેરવતું રહ્યું, લાગણી તો સદા તાણતી રહી
મન તો સદા ને સદા ફેરવતું રહ્યું, લાગણી તો સદા તાણતી રહી
સમજાતું નથી મને, મારે કેમ છૂટવું, કે કેમ બચવું
લાલચ મને તો ખેંચતી રહી, લોભ સદા તો ડુબાડતો રહ્યો
વેર હૈયે સદા જાગતું રહ્યું, શંકાઓ તો દિલમાં જાગતી રહી
ઇર્ષ્યાઓ તો જોર કરતી રહી, અભિમાન સ્થાન હૈયે જમાવતું રહ્યું
અહં મારો મને ડુબાડતો રહ્યો, અજ્ઞાન મને તો ભુલાવતો રહ્યો
વાસનાઓ તો ખેંચતી રહી, ઇચ્છાઓ મને તો નચાવતી રહી
અસંતોષ અજંપો રખાવતો રહ્યો, સ્વાર્થ સદા ઘસડતો રહ્યો
ક્રોધ તો ભાન ભુલાવતો રહ્યો, આળસ સદા રોકતી રહી
વિકારોમાં સદા રાચતો રહ્યો, જનમ જનમના ફેરા ઊભા કરતો રહ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana tō sadā nē sadā phēravatuṁ rahyuṁ, lāgaṇī tō sadā tāṇatī rahī
samajātuṁ nathī manē, mārē kēma chūṭavuṁ, kē kēma bacavuṁ
lālaca manē tō khēṁcatī rahī, lōbha sadā tō ḍubāḍatō rahyō
vēra haiyē sadā jāgatuṁ rahyuṁ, śaṁkāō tō dilamāṁ jāgatī rahī
irṣyāō tō jōra karatī rahī, abhimāna sthāna haiyē jamāvatuṁ rahyuṁ
ahaṁ mārō manē ḍubāḍatō rahyō, ajñāna manē tō bhulāvatō rahyō
vāsanāō tō khēṁcatī rahī, icchāō manē tō nacāvatī rahī
asaṁtōṣa ajaṁpō rakhāvatō rahyō, svārtha sadā ghasaḍatō rahyō
krōdha tō bhāna bhulāvatō rahyō, ālasa sadā rōkatī rahī
vikārōmāṁ sadā rācatō rahyō, janama janamanā phērā ūbhā karatō rahyō
|
|