|
View Original |
|
વાસ્તવિક્તા ને ઇચ્છાઓની ભેદરેખા જે પારખી શકશે
રહેશે જગમાં એ તો સુખી ને સુખી તો સદાય
જળને મૃગજળની નજર જેની તો ભેદી રે શકશે
તરસ્યો ના રહેશે એ તો જગમાંય
અન્યને અપનાવવા વાર ના જે કદી રે લગાવે
રહેશે ના સાથી વિના એ તો જગમાં
મન, બુદ્ધિ ને ક્રોધ ઉપર કાબૂ તો જે રાખશે
અશક્ય નહિ રહે, એને તો કાંઈ જગમાંય
સત્ય, દયા ને ધર્મને, જે શ્વાસે શ્વાસમાં વણી લેશે
રહેશે સદાયે એ તો પૂજનીય તો જગમાંય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)