1991-05-15
1991-05-15
1991-05-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14188
રહ્યા આવતાને આવતા, ભરતીને ઓટ જીવનમાં, રહ્યા આવતાને આવતા

કદી સુખની તો ભરતી લાવ્યા, કદી દુઃખની ઓટમાં તો ડુબાડયા
કદી આનંદની ભરતી તો ઊછળી, કદી ઉદ્વેગની ઓટમાં તો તણાયા
કદી વેરઝેરની ભરતી તો ઉમટી, કદી ઇર્ષ્યાની ઓટમાં તો તણાયા
કદી પ્રેમની ભરતીના પૂરમાં રહ્યા, કદી ઉદાસીની ઓટમાં તો ખેંચાયા
કદી સુખદ સંજોગોની ભરતી આવી, કદી વિપરીત સંજોગોની ઓટમાં તણાયા
કદી લક્ષ્મીની ભરતી આવી, કદી ગરીબીની ઓટના તો દર્શન થયા
કદી ઉમંગની ભરતી તો જાગી, કદી નીરસતાની ઓટમાં તો તણાયા
કદી યાદની ભરતી તો જાગી, કદી વિસ્મૃતિની ઓટમાં તો તણાયા
કદી જાગૃતિની ભરતી તો આવી, કદી મોહની ઓટમાં તો તણાયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyā āvatānē āvatā, bharatīnē ōṭa jīvanamāṁ, rahyā āvatānē āvatā
kadī sukhanī tō bharatī lāvyā, kadī duḥkhanī ōṭamāṁ tō ḍubāḍayā
kadī ānaṁdanī bharatī tō ūchalī, kadī udvēganī ōṭamāṁ tō taṇāyā
kadī vērajhēranī bharatī tō umaṭī, kadī irṣyānī ōṭamāṁ tō taṇāyā
kadī prēmanī bharatīnā pūramāṁ rahyā, kadī udāsīnī ōṭamāṁ tō khēṁcāyā
kadī sukhada saṁjōgōnī bharatī āvī, kadī viparīta saṁjōgōnī ōṭamāṁ taṇāyā
kadī lakṣmīnī bharatī āvī, kadī garībīnī ōṭanā tō darśana thayā
kadī umaṁganī bharatī tō jāgī, kadī nīrasatānī ōṭamāṁ tō taṇāyā
kadī yādanī bharatī tō jāgī, kadī vismr̥tinī ōṭamāṁ tō taṇāyā
kadī jāgr̥tinī bharatī tō āvī, kadī mōhanī ōṭamāṁ tō taṇāyā
|