1991-05-30
1991-05-30
1991-05-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14209
પહોંચાડે ના જે મંઝિલ પર, એ સાધના નથી, કાં સાધના પૂરી થઈ નથી

વેરનો અગ્નિ રહે જલતો જ્યાં હૈયે, ત્યાં પ્યાર નથી, ત્યાં પ્યાર નથી
નમ્ર બનવામાં નડતર ઊભું કરે, અહં વિના બીજું એ કાંઈ નથી, બીજું એ કાંઈ નથી
જે ભાન દે હૈયું પીગળાવી, કાં એમાં સત્ય હશે, કાં એ નાટક વિના બીજું કાંઈ નથી
હોય પાસે, તોય મેળવવા વધુ ઇચ્છા જાગે, લાલસા વિના બીજું એ કાંઈ નથી
રાતદિવસ કરે ચિંતા જગમાં સહુની, પ્રભુ વિના બીજું એ તો કાંઈ નથી
સહી નુકસાન, દઈ શકે જે બીજાને, ઉદાર દિલ વિના બીજું એ તો કાંઈ નથી
જોઈ ના ભૂલો અન્યની, અપનાવે જે બધાને, વિશાળતા વિના બીજું એ તો કાંઈ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pahōṁcāḍē nā jē maṁjhila para, ē sādhanā nathī, kāṁ sādhanā pūrī thaī nathī
vēranō agni rahē jalatō jyāṁ haiyē, tyāṁ pyāra nathī, tyāṁ pyāra nathī
namra banavāmāṁ naḍatara ūbhuṁ karē, ahaṁ vinā bījuṁ ē kāṁī nathī, bījuṁ ē kāṁī nathī
jē bhāna dē haiyuṁ pīgalāvī, kāṁ ēmāṁ satya haśē, kāṁ ē nāṭaka vinā bījuṁ kāṁī nathī
hōya pāsē, tōya mēlavavā vadhu icchā jāgē, lālasā vinā bījuṁ ē kāṁī nathī
rātadivasa karē ciṁtā jagamāṁ sahunī, prabhu vinā bījuṁ ē tō kāṁī nathī
sahī nukasāna, daī śakē jē bījānē, udāra dila vinā bījuṁ ē tō kāṁī nathī
jōī nā bhūlō anyanī, apanāvē jē badhānē, viśālatā vinā bījuṁ ē tō kāṁī nathī
|