1991-07-20
1991-07-20
1991-07-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14280
નફામાં સદા રાચનારા રે, ખોટનો ધંધો તું કરતો ના
નફામાં સદા રાચનારા રે, ખોટનો ધંધો તું કરતો ના
મળ્યો છે મહામૂલો માનવ જનમ તને, વ્યર્થ તું વેડફતો ના
કરી ઊભી ખોટી ઉપાધિ જીવનમાં, ચિંતામાં સતત તું ડૂબતો ના
મૂકી વિશ્વાસ આંધળો અન્યમાં, જીવનમાં જોજે તું છેતરાતો ના
કરવા પૂરી ખોટી બડાશો, જોજે શક્તિમાં તું તૂટતો ના
ધ્યેય નક્કી કર્યા વગર જીવનમાં, જ્યાં ત્યાં તું ભટકતો ના
લેણદેણ રાખજે તારી ચોખ્ખી જીવનમાં, દેણમાં તું ડૂબતો ના
રાખજે વૃત્તિઓને સદા કાબૂમાં, જીવનમાં મિત્રોને તરછોડતો ના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નફામાં સદા રાચનારા રે, ખોટનો ધંધો તું કરતો ના
મળ્યો છે મહામૂલો માનવ જનમ તને, વ્યર્થ તું વેડફતો ના
કરી ઊભી ખોટી ઉપાધિ જીવનમાં, ચિંતામાં સતત તું ડૂબતો ના
મૂકી વિશ્વાસ આંધળો અન્યમાં, જીવનમાં જોજે તું છેતરાતો ના
કરવા પૂરી ખોટી બડાશો, જોજે શક્તિમાં તું તૂટતો ના
ધ્યેય નક્કી કર્યા વગર જીવનમાં, જ્યાં ત્યાં તું ભટકતો ના
લેણદેણ રાખજે તારી ચોખ્ખી જીવનમાં, દેણમાં તું ડૂબતો ના
રાખજે વૃત્તિઓને સદા કાબૂમાં, જીવનમાં મિત્રોને તરછોડતો ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
naphāmāṁ sadā rācanārā rē, khōṭanō dhaṁdhō tuṁ karatō nā
malyō chē mahāmūlō mānava janama tanē, vyartha tuṁ vēḍaphatō nā
karī ūbhī khōṭī upādhi jīvanamāṁ, ciṁtāmāṁ satata tuṁ ḍūbatō nā
mūkī viśvāsa āṁdhalō anyamāṁ, jīvanamāṁ jōjē tuṁ chētarātō nā
karavā pūrī khōṭī baḍāśō, jōjē śaktimāṁ tuṁ tūṭatō nā
dhyēya nakkī karyā vagara jīvanamāṁ, jyāṁ tyāṁ tuṁ bhaṭakatō nā
lēṇadēṇa rākhajē tārī cōkhkhī jīvanamāṁ, dēṇamāṁ tuṁ ḍūbatō nā
rākhajē vr̥ttiōnē sadā kābūmāṁ, jīvanamāṁ mitrōnē tarachōḍatō nā
|
|