|
View Original |
|
રહ્યો છે કરતો ને કરાવતો જગમાં તું તારું તો મનધાર્યું
મોત આગળ તારું તો કાંઈ ચાલશે નહિ (2)
રહ્યો નાચતો ને નચાવતો, જીવનભર તું તારી આશાઓને
મોત આગળ તો એનું કાંઈ વળશે નહિ (2)
અટક્યો ના તું કોઈથી, કે જીવનભર કોઈથી ના સમજ્યો
મોત તારું તો કાંઈ માનશે નહિ (2)
રોક્યો ના રોકાયો તું, રોક્યા જીવનમાં તેં અનેકને
મોત તારું તો કાંઈ રોકાશે નહિ (2)
વાટ જોઈ ને જોવડાવી જીવનમાં તેં તો અનેકને
મોત વાટ તારી તો જોશે નહિ (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)