|
View Original |
|
ગોતતો ને ગોતતો રહ્યો જગમાં તને તે મળ્યું
શાને ના ગોત્યું તુજમાં, જે તુજમાં તો પડયું હતું
નજર ફેરવી જગમાં તો બધે, ગોત્યું તો જે છૂપું હતું - શાને...
પડયા નજરમાં તો શત્રુઓ તમે જે બહાર રહ્યા હતા - શાને...
ગોત્યા ના શાને શત્રુઓ જે અંદર રહ્યા હતા છુપા - શાને...
અંતરના શત્રુએ રહ્યા છુપાઈ બન્યું મુશ્કેલ ગોતવું - શાને...
ખંતથી ખોળીશ એને રહી ના શકશે છુપાઈ તો તુજથી - શાને...
રહેશે ક્યાં સુધી છુપાઈ તુજમાં અડગ છે, નિશ્ચયમા તું - શાને...
હશે ના જે તુજમાં મળશે ના બહાર જાશે તને સમજાઈ - શાને...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)