Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5951 | Date: 17-Sep-1995
શાને રે હસે છે રે તું, જીવનમાં આવું શાને તું હસે છે
Śānē rē hasē chē rē tuṁ, jīvanamāṁ āvuṁ śānē tuṁ hasē chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5951 | Date: 17-Sep-1995

શાને રે હસે છે રે તું, જીવનમાં આવું શાને તું હસે છે

  No Audio

śānē rē hasē chē rē tuṁ, jīvanamāṁ āvuṁ śānē tuṁ hasē chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1995-09-17 1995-09-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1438 શાને રે હસે છે રે તું, જીવનમાં આવું શાને તું હસે છે શાને રે હસે છે રે તું, જીવનમાં આવું શાને તું હસે છે

છે એ તારી મનોવૃત્તિનું દર્શન, કે સહજતાથી તું એ કરે છે

આવ્યું હસવું અન્યની ભૂલ પર તને, ભૂલો આવી શું તું ના કરે છે

હસી પડતો જ્યાં તું અન્યની ભૂલો ઉપર, મૂર્ખાઈ આવી શું કદી તેં ના કરી છે

બિનઆવડત અન્યની હસાવી ગઈ તને, શું આવડત બધી તારામાં પડી છે

કોઈની અસફળતા ઉપર હસે છે તું શાને, શું તું સફળ ને સફળ રહ્યો છે

અન્યના વિચિત્ર દેખાવો હસાવી ગયા તને, તારી વિચિત્રતા દેખી ના શક્યો છે

ભુલાઈ ગયો છે હૈયાંનો આનંદ તારો, આનંદ એથી તું બીજે શોધે છે

મેળવવું છે હાસ્ય તારે જીવનમાં, જોજે અન્યના ભોગે ના એ મળે છે

આનંદ જગમાં પ્રભુનો બધે મળે છે, પ્રભુ હૈયાંમાં સદા તારા રહે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śānē rē hasē chē rē tuṁ, jīvanamāṁ āvuṁ śānē tuṁ hasē chē

chē ē tārī manōvr̥ttinuṁ darśana, kē sahajatāthī tuṁ ē karē chē

āvyuṁ hasavuṁ anyanī bhūla para tanē, bhūlō āvī śuṁ tuṁ nā karē chē

hasī paḍatō jyāṁ tuṁ anyanī bhūlō upara, mūrkhāī āvī śuṁ kadī tēṁ nā karī chē

binaāvaḍata anyanī hasāvī gaī tanē, śuṁ āvaḍata badhī tārāmāṁ paḍī chē

kōīnī asaphalatā upara hasē chē tuṁ śānē, śuṁ tuṁ saphala nē saphala rahyō chē

anyanā vicitra dēkhāvō hasāvī gayā tanē, tārī vicitratā dēkhī nā śakyō chē

bhulāī gayō chē haiyāṁnō ānaṁda tārō, ānaṁda ēthī tuṁ bījē śōdhē chē

mēlavavuṁ chē hāsya tārē jīvanamāṁ, jōjē anyanā bhōgē nā ē malē chē

ānaṁda jagamāṁ prabhunō badhē malē chē, prabhu haiyāṁmāṁ sadā tārā rahē chē
Scan Image

Gujarati Bhajan no. 5951 by Satguru Devendra Ghia - Kaka
First...594759485949...Last