|
View Original |
|
થવાનું હોય જે ભલે એ તો થાતું
શ્રદ્ધાનું કવચ જ્યાં, મેં તો પહેરી લીધું છે
દુઃખનાં કિરણો સ્પર્શી ના શકે તો મને - શ્રદ્ધાનું...
વિચારોનાં વમળો જાશે ત્યાં તો શમી - શ્રદ્ધાનું...
ચિંતાઓ તો જાશે ત્યાંથી તો ભાગી - શ્રદ્ધાનું...
ઇચ્છાઓનું જોર તો થઈ જાશે ત્યાં કમી - શ્રદ્ધાનું...
મનની ચંચળતા તો જાશે ત્યાં તો ઘટી - શ્રદ્ધાનું...
ભાવને તો બળ મળી જાશે તો તેમાંથી - શ્રદ્ધાનું...
દુઃખદર્દ તો હથિયાર હેઠાં ત્યાં તો મૂકી - શ્રદ્ધાનું...
મોહની કારી જાશે ના ત્યાં તો ફાવી - શ્રદ્ધાનું...
માયામાંથી જાશે રસ્તો સાચો ત્યાં તો મળી - શ્રદ્ધાનું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)