1986-09-19
1986-09-19
1986-09-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1444
માગું માગું તારી પાસે રે પ્રભુ, જીવનમાં હું તો એટલું

વિશુદ્વતાની સાક્ષી પૂરી શકે જેમાં હૈયું મારું, કર્મો જીવનમાં એવા કરું
અટકે ના ધારા પ્રેમની હૈયાંમાંથી મારા, સહુને પ્રેમના તાંતણે હું બાંધુ
હટી જાય મોહમાયાના પડળો નજરમાંથી મારા, જગમાં નિત્ય તને નિહાળું
સત્યને સમજીને રે જીવનમાં, જીવનમાં સત્યની રાહે ને રાહે ચાલતો રહું
મન થકી કે તન થકી કરું ના હિંસા હું અન્યની, અહિંસા જીવનમાં એવી હું ઉતારું
મન રહે નચાવતું જગમાં, મનની સ્થિરતા રહે તારા ચરણમાં એવું હું માગું
ચડે ના મન અને હૈયાં પર મેલ કદી, નિર્મળતા જીવનમાં એવી હું તો માગું
કૂડકપટને કાવાદાવાથી દૂર રહું, જીવનમાં જીવનની સરળતા એવી હું તો માગું
દેવી હોય તો દેજે ધનની દરિદ્રતા ભલે, પણ ભાવોની ધનદોલત હું તો માગું
જાગે ના અસંતોષ કદી હૈયાંમાં મારા, જીવનમાં સંતોષ એવો હું તો માગું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māguṁ māguṁ tārī pāsē rē prabhu, jīvanamāṁ huṁ tō ēṭaluṁ
viśudvatānī sākṣī pūrī śakē jēmāṁ haiyuṁ māruṁ, karmō jīvanamāṁ ēvā karuṁ
aṭakē nā dhārā prēmanī haiyāṁmāṁthī mārā, sahunē prēmanā tāṁtaṇē huṁ bāṁdhu
haṭī jāya mōhamāyānā paḍalō najaramāṁthī mārā, jagamāṁ nitya tanē nihāluṁ
satyanē samajīnē rē jīvanamāṁ, jīvanamāṁ satyanī rāhē nē rāhē cālatō rahuṁ
mana thakī kē tana thakī karuṁ nā hiṁsā huṁ anyanī, ahiṁsā jīvanamāṁ ēvī huṁ utāruṁ
mana rahē nacāvatuṁ jagamāṁ, mananī sthiratā rahē tārā caraṇamāṁ ēvuṁ huṁ māguṁ
caḍē nā mana anē haiyāṁ para mēla kadī, nirmalatā jīvanamāṁ ēvī huṁ tō māguṁ
kūḍakapaṭanē kāvādāvāthī dūra rahuṁ, jīvanamāṁ jīvananī saralatā ēvī huṁ tō māguṁ
dēvī hōya tō dējē dhananī daridratā bhalē, paṇa bhāvōnī dhanadōlata huṁ tō māguṁ
jāgē nā asaṁtōṣa kadī haiyāṁmāṁ mārā, jīvanamāṁ saṁtōṣa ēvō huṁ tō māguṁ
|