1991-10-19
1991-10-19
1991-10-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14452
ગોતું ગોતું રે સ્થાન જીવનમાં રે પ્રભુ, જ્યાં તું નથી
ગોતું ગોતું રે સ્થાન જીવનમાં રે પ્રભુ, જ્યાં તું નથી,
દર્શન તારા તોયે થતા નથી
કર્મો વિના રહેવા, કરી કોશિશો જીવનમાં,
કર્મો વિના જીવનમાં, રહેવાનું નથી
શોધ સુખની જીવનમાં કરતો રહ્યો, સુખ તોયે જીવનમાં પામ્યો નથી
કહેતો રહ્યો શોધવું, સત્ય જીવનમાં, સત્ય પથ પર ચાલી શક્યો નથી
નિસ્વાર્થ ને નિર્મોહી રહેવું છે જીવનમાં, હજી એવો હું બની શક્યો નથી
કોશિશો જીવનને સમજવા જીવનમાં, જીવનને હજી હું પૂરું સમજી શક્યો નથી
મૃગજળ પાછળ રહ્યો દોડતો જીવનમાં, જળ એમાંનું હજી પી શક્યો નથી
તારલિયાના તેજે તપાવવું હતું શરીર,
હજી શરીર એનાથી તપાવી શક્યો નથી
સાગરના મોજે ઊછળવું હતું આકાશે, સાગરમાં પડયા વિના રહ્યો નથી
શેખચલ્લીના વિચારોમાં રાચી જીવનમાં, જીવનમાં કાંઈ પામી શક્યો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gōtuṁ gōtuṁ rē sthāna jīvanamāṁ rē prabhu, jyāṁ tuṁ nathī,
darśana tārā tōyē thatā nathī
karmō vinā rahēvā, karī kōśiśō jīvanamāṁ,
karmō vinā jīvanamāṁ, rahēvānuṁ nathī
śōdha sukhanī jīvanamāṁ karatō rahyō, sukha tōyē jīvanamāṁ pāmyō nathī
kahētō rahyō śōdhavuṁ, satya jīvanamāṁ, satya patha para cālī śakyō nathī
nisvārtha nē nirmōhī rahēvuṁ chē jīvanamāṁ, hajī ēvō huṁ banī śakyō nathī
kōśiśō jīvananē samajavā jīvanamāṁ, jīvananē hajī huṁ pūruṁ samajī śakyō nathī
mr̥gajala pāchala rahyō dōḍatō jīvanamāṁ, jala ēmāṁnuṁ hajī pī śakyō nathī
tāraliyānā tējē tapāvavuṁ hatuṁ śarīra,
hajī śarīra ēnāthī tapāvī śakyō nathī
sāgaranā mōjē ūchalavuṁ hatuṁ ākāśē, sāgaramāṁ paḍayā vinā rahyō nathī
śēkhacallīnā vicārōmāṁ rācī jīvanamāṁ, jīvanamāṁ kāṁī pāmī śakyō nathī
|