Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2007 | Date: 15-Sep-1989
તનના દુઃખનું ઓસડ તો મળી રહે, મુશ્કેલીથી મનનું મળી જાય
Tananā duḥkhanuṁ ōsaḍa tō malī rahē, muśkēlīthī mananuṁ malī jāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2007 | Date: 15-Sep-1989

તનના દુઃખનું ઓસડ તો મળી રહે, મુશ્કેલીથી મનનું મળી જાય

  No Audio

tananā duḥkhanuṁ ōsaḍa tō malī rahē, muśkēlīthī mananuṁ malī jāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-09-15 1989-09-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14496 તનના દુઃખનું ઓસડ તો મળી રહે, મુશ્કેલીથી મનનું મળી જાય તનના દુઃખનું ઓસડ તો મળી રહે, મુશ્કેલીથી મનનું મળી જાય

કલ્પનાનાં દુઃખ ડુંગર માથે ઊભા કરે, સુખનો સૂરજ તો કેમ દેખાય

તનને ભૂત તો જ્યાં વળગે, તંત્ર ને મંત્રથી તો એને ભગાડાય

કલ્પનાનું ભૂત જ્યાં વળગે, એને કેમ કરીને ભગાડાય

તરસ્યા જીવને મળે જ્યાં જળાશય, ખોબે-ખોબે પાણી પીવાય

તરસ્યા જીવને મૃગજળ જો મળે, ખોબલો એનો ખાલી રહી જાય

કલ્પનાના મહેલો રચી, માનવી વાસ્તવિકતા ભૂલી જાય

વાસ્તવિકતા આવી પડે સામે, સામનાની હિંમત તૂટી જાય

શક્તિનો ક્યાસ કાઢ્યા વિના, ભરતો ના પગલું જરાય

ગજાબહારનો મારશે જો ભુસ્કો, કાં એ થાકશે, કાં તૂટી જાય
View Original Increase Font Decrease Font

તનના દુઃખનું ઓસડ તો મળી રહે, મુશ્કેલીથી મનનું મળી જાય

કલ્પનાનાં દુઃખ ડુંગર માથે ઊભા કરે, સુખનો સૂરજ તો કેમ દેખાય

તનને ભૂત તો જ્યાં વળગે, તંત્ર ને મંત્રથી તો એને ભગાડાય

કલ્પનાનું ભૂત જ્યાં વળગે, એને કેમ કરીને ભગાડાય

તરસ્યા જીવને મળે જ્યાં જળાશય, ખોબે-ખોબે પાણી પીવાય

તરસ્યા જીવને મૃગજળ જો મળે, ખોબલો એનો ખાલી રહી જાય

કલ્પનાના મહેલો રચી, માનવી વાસ્તવિકતા ભૂલી જાય

વાસ્તવિકતા આવી પડે સામે, સામનાની હિંમત તૂટી જાય

શક્તિનો ક્યાસ કાઢ્યા વિના, ભરતો ના પગલું જરાય

ગજાબહારનો મારશે જો ભુસ્કો, કાં એ થાકશે, કાં તૂટી જાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tananā duḥkhanuṁ ōsaḍa tō malī rahē, muśkēlīthī mananuṁ malī jāya

kalpanānāṁ duḥkha ḍuṁgara māthē ūbhā karē, sukhanō sūraja tō kēma dēkhāya

tananē bhūta tō jyāṁ valagē, taṁtra nē maṁtrathī tō ēnē bhagāḍāya

kalpanānuṁ bhūta jyāṁ valagē, ēnē kēma karīnē bhagāḍāya

tarasyā jīvanē malē jyāṁ jalāśaya, khōbē-khōbē pāṇī pīvāya

tarasyā jīvanē mr̥gajala jō malē, khōbalō ēnō khālī rahī jāya

kalpanānā mahēlō racī, mānavī vāstavikatā bhūlī jāya

vāstavikatā āvī paḍē sāmē, sāmanānī hiṁmata tūṭī jāya

śaktinō kyāsa kāḍhyā vinā, bharatō nā pagaluṁ jarāya

gajābahāranō māraśē jō bhuskō, kāṁ ē thākaśē, kāṁ tūṭī jāya
Scan Image

Gujarati Bhajan no. 2007 by Satguru Devendra Ghia - Kaka
First...200520062007...Last