Hymn No. 2032 | Date: 29-Sep-1989
ઢોલ ઢમક્યા રે, ઢોલ ઢમક્યા, વળી વાગે શરણાઈના સૂર
ḍhōla ḍhamakyā rē, ḍhōla ḍhamakyā, valī vāgē śaraṇāīnā sūra
નવરાત્રિ (Navratri)
1989-09-29
1989-09-29
1989-09-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14521
ઢોલ ઢમક્યા રે, ઢોલ ઢમક્યા, વળી વાગે શરણાઈના સૂર
ઢોલ ઢમક્યા રે, ઢોલ ઢમક્યા, વળી વાગે શરણાઈના સૂર
નરનારી રાસ-ગરબે રમવા નીકળ્યાં, હૈયું છે ઉમંગમાં ચૂર
રંગબેરંગી વસ્ત્રો પહેરીને ઘૂમે છે, મુખ પર તો આનંદનાં નૂર
ગલીએ-ગલીએ, ચોરે ને ચૌટે, ઊછળે છે રે માનવનાં પૂર
નાના ને મોટા, જાડા ને પાતળા, ઉમંગે રમે છે રે રાસ
તાલે-તાલે, સંભળાય ત્યાં તો, તાલીઓના તાલ
ચંદ્ર ને તારા, નીરખી રહ્યા નભથી, થંભી ગઈ એની ચાલ
નીરખવા જગને ચંદ્ર ને તારા, વેરી રહ્યા શીતળ પ્રકાશ
આનંદે-આનંદે, નહાય સહુ આનંદ સાગરમાં, રહ્યા ભૂલી સહુ આજ
જોડીએ-જોડીએ, જોડી તો જામતી, રંગે રમે સહુ નરનાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ḍhōla ḍhamakyā rē, ḍhōla ḍhamakyā, valī vāgē śaraṇāīnā sūra
naranārī rāsa-garabē ramavā nīkalyāṁ, haiyuṁ chē umaṁgamāṁ cūra
raṁgabēraṁgī vastrō pahērīnē ghūmē chē, mukha para tō ānaṁdanāṁ nūra
galīē-galīē, cōrē nē cauṭē, ūchalē chē rē mānavanāṁ pūra
nānā nē mōṭā, jāḍā nē pātalā, umaṁgē ramē chē rē rāsa
tālē-tālē, saṁbhalāya tyāṁ tō, tālīōnā tāla
caṁdra nē tārā, nīrakhī rahyā nabhathī, thaṁbhī gaī ēnī cāla
nīrakhavā jaganē caṁdra nē tārā, vērī rahyā śītala prakāśa
ānaṁdē-ānaṁdē, nahāya sahu ānaṁda sāgaramāṁ, rahyā bhūlī sahu āja
jōḍīē-jōḍīē, jōḍī tō jāmatī, raṁgē ramē sahu naranāra
|