|
View Original |
|
હાથમાં દઈ જગમાં લાકડાની રે તલવાર
રે માડી, ખેલે જગમાં જંગ મારો રે, તું અને તું
કરવા રક્ષણ તો મારું, રહે છે સદા તું તૈયાર - રે માડી...
દઈ હાથમાં મને તો, વિધવિધ હથિયાર - રે માડી...
કર્યો છે જગમાં જ્યાં તેં મારો તો સ્વીકાર - રે માડી...
રાખે છે મને જગમાં તું, સદા સજાગ ને હોશિયાર - રે માડી...
છું એકલો-અટૂલો હું તો આ જગ મોઝાર - રે માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)