1989-10-21
1989-10-21
1989-10-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14549
એક શબ્દ સંતનો તો ભલો, પ્રવચન મૂર્ખનું કરે ન કોઈ કામ
એક શબ્દ સંતનો તો ભલો, પ્રવચન મૂર્ખનું કરે ન કોઈ કામ
પ્રવચન એનું જો કામ કરી જાય, તો મૂરખ મૂરખ રહે શું કામ
શબ્દ તો શબ્દ છે, નથી કાંઈ એ વાણીનો વિલાસ
એક શબ્દ જો બધું કહી જાયે, ઝાઝા શબ્દનું છે શું કામ
કદી શબ્દ તો હૈયું વીંધે, કદી દર્દ હૈયાનું એ કહી જાય
શબ્દ તો મથામણ અંતરની, બહાર વ્યક્ત કરી જાય
શબ્દ તો જાગૃતિ લાવે, શબ્દ કંઈકનું પાણી ઉતારી જાય
શબ્દે કંઈકના સંસાર સુધાર્યા, શબ્દ તો કંઈકના સંસાર ખારા કરી જાય
શબ્દ તો કંઈકને પાસે લાવે, તો કંઈકને વિખૂટા પાડી જાય
શબ્દે તો વૈરાગ્ય પ્રગટાવ્યા, શબ્દ કંઈકને અનુરાગી કરી જાય
શબ્દ તો પ્રેમ ઊભો કરે, શબ્દે તો વેર બંધાય
શબ્દ તો છે અદ્દભુત શસ્ત્ર, ધારી અસર એ કરી જાય
https://www.youtube.com/watch?v=gH8yGERfI6M
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
એક શબ્દ સંતનો તો ભલો, પ્રવચન મૂર્ખનું કરે ન કોઈ કામ
પ્રવચન એનું જો કામ કરી જાય, તો મૂરખ મૂરખ રહે શું કામ
શબ્દ તો શબ્દ છે, નથી કાંઈ એ વાણીનો વિલાસ
એક શબ્દ જો બધું કહી જાયે, ઝાઝા શબ્દનું છે શું કામ
કદી શબ્દ તો હૈયું વીંધે, કદી દર્દ હૈયાનું એ કહી જાય
શબ્દ તો મથામણ અંતરની, બહાર વ્યક્ત કરી જાય
શબ્દ તો જાગૃતિ લાવે, શબ્દ કંઈકનું પાણી ઉતારી જાય
શબ્દે કંઈકના સંસાર સુધાર્યા, શબ્દ તો કંઈકના સંસાર ખારા કરી જાય
શબ્દ તો કંઈકને પાસે લાવે, તો કંઈકને વિખૂટા પાડી જાય
શબ્દે તો વૈરાગ્ય પ્રગટાવ્યા, શબ્દ કંઈકને અનુરાગી કરી જાય
શબ્દ તો પ્રેમ ઊભો કરે, શબ્દે તો વેર બંધાય
શબ્દ તો છે અદ્દભુત શસ્ત્ર, ધારી અસર એ કરી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka śabda saṁtanō tō bhalō, pravacana mūrkhanuṁ karē na kōī kāma
pravacana ēnuṁ jō kāma karī jāya, tō mūrakha mūrakha rahē śuṁ kāma
śabda tō śabda chē, nathī kāṁī ē vāṇīnō vilāsa
ēka śabda jō badhuṁ kahī jāyē, jhājhā śabdanuṁ chē śuṁ kāma
kadī śabda tō haiyuṁ vīṁdhē, kadī darda haiyānuṁ ē kahī jāya
śabda tō mathāmaṇa aṁtaranī, bahāra vyakta karī jāya
śabda tō jāgr̥ti lāvē, śabda kaṁīkanuṁ pāṇī utārī jāya
śabdē kaṁīkanā saṁsāra sudhāryā, śabda tō kaṁīkanā saṁsāra khārā karī jāya
śabda tō kaṁīkanē pāsē lāvē, tō kaṁīkanē vikhūṭā pāḍī jāya
śabdē tō vairāgya pragaṭāvyā, śabda kaṁīkanē anurāgī karī jāya
śabda tō prēma ūbhō karē, śabdē tō vēra baṁdhāya
śabda tō chē addabhuta śastra, dhārī asara ē karī jāya
|