1989-10-21
1989-10-21
1989-10-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14548
લાલ-લાલ તારી ચૂંદડીમાં રે ‘મા’, મનડું આજ મારું મોહાઈ ગયું

તારા ચમકતા ચાંદલામાં રે ‘મા’, તેજ આજ અનોખું દેખાઈ ગયું
તારા મલક-મલક થાતા મુખડામાં રે ‘મા’, મન મારું આજ ખેંચાઈ રહ્યું
તારી રમ્ય, સૌમ્ય આંખમાં રે ‘મા’, જગ મારું આજ તો સમાઈ ગયું
તારા શક્તિ ઝરતા સ્વરૂપમાં રે ‘મા’, દર્શન શક્તિનું આજ થઈ ગયું
તારા કંગનના મીઠા રણકારમાં રે ‘મા’, મનડું મારું આજ તણાઈ રહ્યું
તારી મલકતી ચાલમાં રે ‘મા’, મન મારું આજ ખેંચાઈ રહ્યું
તારા ઝાંઝરના ઝણકારમાં રે ‘મા’, આજ ભાન બધું મારું ભુલાઈ ગયું
તારી આંખના અમીરસમાં રે ‘મા’, આજ નહાવાનું મન મને થઈ ગયું
તારાં દર્શનની ઝલકમાં રે ‘મા’, આજ મન મારું તો જિતાઈ ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lāla-lāla tārī cūṁdaḍīmāṁ rē ‘mā', manaḍuṁ āja māruṁ mōhāī gayuṁ
tārā camakatā cāṁdalāmāṁ rē ‘mā', tēja āja anōkhuṁ dēkhāī gayuṁ
tārā malaka-malaka thātā mukhaḍāmāṁ rē ‘mā', mana māruṁ āja khēṁcāī rahyuṁ
tārī ramya, saumya āṁkhamāṁ rē ‘mā', jaga māruṁ āja tō samāī gayuṁ
tārā śakti jharatā svarūpamāṁ rē ‘mā', darśana śaktinuṁ āja thaī gayuṁ
tārā kaṁgananā mīṭhā raṇakāramāṁ rē ‘mā', manaḍuṁ māruṁ āja taṇāī rahyuṁ
tārī malakatī cālamāṁ rē ‘mā', mana māruṁ āja khēṁcāī rahyuṁ
tārā jhāṁjharanā jhaṇakāramāṁ rē ‘mā', āja bhāna badhuṁ māruṁ bhulāī gayuṁ
tārī āṁkhanā amīrasamāṁ rē ‘mā', āja nahāvānuṁ mana manē thaī gayuṁ
tārāṁ darśananī jhalakamāṁ rē ‘mā', āja mana māruṁ tō jitāī gayuṁ
|