1989-11-06
1989-11-06
1989-11-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14574
મુખડું મારું રે ‘મા’ નાં નયનોમાં, જ્યાં મને દેખાયું

સમજાઈ ગયું કે ‘મા’ ના હૈયામાં રે સ્થાન મળી ગયું
હૈયાના આવેગોનું રે, શમન તો જ્યાં થઈ ગયું - સમજાઈ...
વેર ને ક્રોધનું રે, હૈયામાંથી રે વમન જ્યાં અટકી ગયું - સમજાઈ...
પ્રેમ ને ભક્તિની રે, શીતળતાથી રે મન જ્યાં ભરાઈ ગયું - સમજાઈ...
ઊછળતાં વૃત્તિનાં મોજાં રે, હૈયામાં એ સમાઈ ગયુ - સમજાઈ...
આશાભર્યું હૈયું મારું રે, ધીરે-ધીરે ‘મા’ નું બનતું ગયું - સમજાઈ...
નામ અને નામીના ભેદ રે, હૈયેથી બધું ભુલાતું ગયું - સમજાઈ...
ધીરે-ધીરે રે સામ્રાજ્ય શાંતિનું, હૈયે સ્થપાઈ ગયું - સમજાઈ ...
આનંદસાગરમાં રે, હૈયું મારું તો તરબોળ બનતું ગયું - સમજાઈ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mukhaḍuṁ māruṁ rē ‘mā' nāṁ nayanōmāṁ, jyāṁ manē dēkhāyuṁ
samajāī gayuṁ kē ‘mā' nā haiyāmāṁ rē sthāna malī gayuṁ
haiyānā āvēgōnuṁ rē, śamana tō jyāṁ thaī gayuṁ - samajāī...
vēra nē krōdhanuṁ rē, haiyāmāṁthī rē vamana jyāṁ aṭakī gayuṁ - samajāī...
prēma nē bhaktinī rē, śītalatāthī rē mana jyāṁ bharāī gayuṁ - samajāī...
ūchalatāṁ vr̥ttināṁ mōjāṁ rē, haiyāmāṁ ē samāī gayu - samajāī...
āśābharyuṁ haiyuṁ māruṁ rē, dhīrē-dhīrē ‘mā' nuṁ banatuṁ gayuṁ - samajāī...
nāma anē nāmīnā bhēda rē, haiyēthī badhuṁ bhulātuṁ gayuṁ - samajāī...
dhīrē-dhīrē rē sāmrājya śāṁtinuṁ, haiyē sthapāī gayuṁ - samajāī ...
ānaṁdasāgaramāṁ rē, haiyuṁ māruṁ tō tarabōla banatuṁ gayuṁ - samajāī...
|
|