Hymn No. 2182 | Date: 29-Dec-1989
છું હું તો બંધનોથી બંધાયેલો રે માતા, છે તું તો મુક્ત રહેનારી રે માતા
chuṁ huṁ tō baṁdhanōthī baṁdhāyēlō rē mātā, chē tuṁ tō mukta rahēnārī rē mātā
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1989-12-29
1989-12-29
1989-12-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14671
છું હું તો બંધનોથી બંધાયેલો રે માતા, છે તું તો મુક્ત રહેનારી રે માતા
છું હું તો બંધનોથી બંધાયેલો રે માતા, છે તું તો મુક્ત રહેનારી રે માતા
લાગે બંધન પ્યારાં નજરે મારા, અદલાબદલી કરવા તૈયાર છું રે માતા
લોભ-લાલચે બાંધી રાખ્યો છે મને રે માતા
લાગે તને જો ખાટ્યો છું એમાં, અદલાબદલી કરવા તૈયાર છું રે માડી
છે પ્યાર તો કાચો રે મારો, છે પ્યાર તારો તો સાચો
નહાવું હોય જો પ્યારમાં મારા રે માડી, અદલાબદલી કરવા તૈયાર છું માડી
છું વિરહમાં હું તો તારા, છે વિરહમાં તું ભી સાથોસાથ
સહેવાની ના હોય હાલત તને રે માડી, અદલાબદલી કરવા છું રે તૈયાર
છે મન તો નાનું રે મારું, તારા મનમાં તો વિશ્વ સમાયું
સમાવતો હોય મને તુજમાં રે માડી, અદલાબદલી કરવા તૈયાર છું રે માડી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chuṁ huṁ tō baṁdhanōthī baṁdhāyēlō rē mātā, chē tuṁ tō mukta rahēnārī rē mātā
lāgē baṁdhana pyārāṁ najarē mārā, adalābadalī karavā taiyāra chuṁ rē mātā
lōbha-lālacē bāṁdhī rākhyō chē manē rē mātā
lāgē tanē jō khāṭyō chuṁ ēmāṁ, adalābadalī karavā taiyāra chuṁ rē māḍī
chē pyāra tō kācō rē mārō, chē pyāra tārō tō sācō
nahāvuṁ hōya jō pyāramāṁ mārā rē māḍī, adalābadalī karavā taiyāra chuṁ māḍī
chuṁ virahamāṁ huṁ tō tārā, chē virahamāṁ tuṁ bhī sāthōsātha
sahēvānī nā hōya hālata tanē rē māḍī, adalābadalī karavā chuṁ rē taiyāra
chē mana tō nānuṁ rē māruṁ, tārā manamāṁ tō viśva samāyuṁ
samāvatō hōya manē tujamāṁ rē māḍī, adalābadalī karavā taiyāra chuṁ rē māḍī
|
|