1993-04-18
1993-04-18
1993-04-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=147
એક વાત મારે તને કહેવી છે રે પ્રભુ, તારા હૈયાંમાંને હૈયાંમાં એને તું રાખજે

મોકલ્યો મને રે, ભલે રે જગમાં તેં તો, મારી નજરમાં તું રહેજે, તારી નજરમાં મને તું રાખજે
ભવોભવના છે સંબંધ તારા ને મારા રે પ્રભુ, ના એ તું ભૂલજે, ના મને તું ભુલાવજે
હૈયાંના તોફાન મારા હૈયે રે જાગે, ના એ સહેવાય, એને રે તું કાબૂમાં રખાવજે
છું હું તો અલ્પશક્તિ, છે તું શક્તિશાળી રે પ્રભુ, ખ્યાલમાં આ તો તું રાખજે
રહે તું દૂર કે રહે તું પાસે રે પ્રભુ, છે તું સાથેને સાથે, વિશ્વાસ મને એ તું આપજે
નથી નર કે નથી નારી રે તું, છે શક્તિપૂંજ સદા રે તું, ખ્યાલ અમારા મનમાં રખાવજે
મૂંઝાઉં જ્યારે જ્યારે હું તો જીવનમાં રે મનમાં, ઉકેલ એના સાચા જીવનમાં તું લાવજે
ભજું તને ક્યાંય પણ જગના કોઈ ખૂણે, મારા હૈયાંમાંને હૈયાંમાં સદા તું રહેજે
કરું ના પાપ હું તો જગમાં, સદા ધ્યાનમાં એ રાખજે, કર્યા મારા પાપને તું બાળજે
છે મુક્તિની ઝંખના હૈયે તો મારી, મારી આ ઝંખનાને, જીવનમાં પૂર્ણ તું કરાવજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka vāta mārē tanē kahēvī chē rē prabhu, tārā haiyāṁmāṁnē haiyāṁmāṁ ēnē tuṁ rākhajē
mōkalyō manē rē, bhalē rē jagamāṁ tēṁ tō, mārī najaramāṁ tuṁ rahējē, tārī najaramāṁ manē tuṁ rākhajē
bhavōbhavanā chē saṁbaṁdha tārā nē mārā rē prabhu, nā ē tuṁ bhūlajē, nā manē tuṁ bhulāvajē
haiyāṁnā tōphāna mārā haiyē rē jāgē, nā ē sahēvāya, ēnē rē tuṁ kābūmāṁ rakhāvajē
chuṁ huṁ tō alpaśakti, chē tuṁ śaktiśālī rē prabhu, khyālamāṁ ā tō tuṁ rākhajē
rahē tuṁ dūra kē rahē tuṁ pāsē rē prabhu, chē tuṁ sāthēnē sāthē, viśvāsa manē ē tuṁ āpajē
nathī nara kē nathī nārī rē tuṁ, chē śaktipūṁja sadā rē tuṁ, khyāla amārā manamāṁ rakhāvajē
mūṁjhāuṁ jyārē jyārē huṁ tō jīvanamāṁ rē manamāṁ, ukēla ēnā sācā jīvanamāṁ tuṁ lāvajē
bhajuṁ tanē kyāṁya paṇa jaganā kōī khūṇē, mārā haiyāṁmāṁnē haiyāṁmāṁ sadā tuṁ rahējē
karuṁ nā pāpa huṁ tō jagamāṁ, sadā dhyānamāṁ ē rākhajē, karyā mārā pāpanē tuṁ bālajē
chē muktinī jhaṁkhanā haiyē tō mārī, mārī ā jhaṁkhanānē, jīvanamāṁ pūrṇa tuṁ karāvajē
|