1990-01-13
1990-01-13
1990-01-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14712
ઠરે જ્યાં હૈયું તો તારું, મન માને જ્યાં તારું, ઋણાનુબંધ એને જાણજે

મળે જ્યાં હૈયે શાંતિ, હોય ભલે ઝૂંપડી, મહેલ એને તું સમજી જાજે
લાગે જે માણસ આપણું, વાણી-વર્તન ભી હોય પ્રેમભર્યું
સુખદુઃખે જે આવી ઊભું, એને તારું તો તું જાણજે
મળતાં જ્યાં મોં મચકાયું, આવકારમાં ઠંડું દિલ છે ભર્યું
વાણી-વર્તન તો કડવાશભર્યું, દુશ્મનથી અદકા જાણી લેજે
આંખથી પ્રેમ રહે જ્યાં વહ્યું વહ્યું, સત્કારમાં છે મીઠાશ ભર્યું ભર્યું
મળવા હૈયું જેને ઊછળી રહ્યું, એને તો તું તારા જાણી લેજે
વર્તન દંભથી જેનું દૂર રહ્યું, સદા ભલું તો તારું કરતું રહ્યું
વહાલભર્યું તેજ મુખ પર રહે છવાયું, એને તો તું તારા જાણી લેજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ṭharē jyāṁ haiyuṁ tō tāruṁ, mana mānē jyāṁ tāruṁ, r̥ṇānubaṁdha ēnē jāṇajē
malē jyāṁ haiyē śāṁti, hōya bhalē jhūṁpaḍī, mahēla ēnē tuṁ samajī jājē
lāgē jē māṇasa āpaṇuṁ, vāṇī-vartana bhī hōya prēmabharyuṁ
sukhaduḥkhē jē āvī ūbhuṁ, ēnē tāruṁ tō tuṁ jāṇajē
malatāṁ jyāṁ mōṁ macakāyuṁ, āvakāramāṁ ṭhaṁḍuṁ dila chē bharyuṁ
vāṇī-vartana tō kaḍavāśabharyuṁ, duśmanathī adakā jāṇī lējē
āṁkhathī prēma rahē jyāṁ vahyuṁ vahyuṁ, satkāramāṁ chē mīṭhāśa bharyuṁ bharyuṁ
malavā haiyuṁ jēnē ūchalī rahyuṁ, ēnē tō tuṁ tārā jāṇī lējē
vartana daṁbhathī jēnuṁ dūra rahyuṁ, sadā bhaluṁ tō tāruṁ karatuṁ rahyuṁ
vahālabharyuṁ tēja mukha para rahē chavāyuṁ, ēnē tō tuṁ tārā jāṇī lējē
|