1990-02-11
1990-02-11
1990-02-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14764
નિયતિના ન્યાયે, પહોંચશે તું જ્યાં, કાળના કિનારે

વધી શકશે આગળ તો તું, ત્યાં તારા પાપ-પુણ્યના સહારે
ચલાવી જગમાં તો ખૂબ તેં ચાલબાજી, ના ચાલબાજી ત્યાં તારી ચાલશે - વધી...
ભરી ખૂબ માયા તો હૈયે, બન્યો મદોન્મત્ત બનીને, આંસુ હવે શાને પાડે - વધી...
જીવનનાં તેજ જ્યાં ખૂટ્યાં, મૃત્યુના ઓળા સામે ઊભા, ડરીને હવે તો શું ચાલે - વધી...
સમય ખૂબ ખોયો, ના પાછો મળવાનો, અફસોસ એનો હવે કામ નહીં આવે - વધી...
વિચાર વિના કર્યું બધું, આયુષ્ય એમ પૂરું કર્યું, કરી વિચાર હવે એનો શું વળશે - વધી...
મારા-તારાથી ના છૂટ્યા, પ્રભુને ના અપનાવ્યા, ડર હવે એનો તો લાગે - વધી...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
niyatinā nyāyē, pahōṁcaśē tuṁ jyāṁ, kālanā kinārē
vadhī śakaśē āgala tō tuṁ, tyāṁ tārā pāpa-puṇyanā sahārē
calāvī jagamāṁ tō khūba tēṁ cālabājī, nā cālabājī tyāṁ tārī cālaśē - vadhī...
bharī khūba māyā tō haiyē, banyō madōnmatta banīnē, āṁsu havē śānē pāḍē - vadhī...
jīvananāṁ tēja jyāṁ khūṭyāṁ, mr̥tyunā ōlā sāmē ūbhā, ḍarīnē havē tō śuṁ cālē - vadhī...
samaya khūba khōyō, nā pāchō malavānō, aphasōsa ēnō havē kāma nahīṁ āvē - vadhī...
vicāra vinā karyuṁ badhuṁ, āyuṣya ēma pūruṁ karyuṁ, karī vicāra havē ēnō śuṁ valaśē - vadhī...
mārā-tārāthī nā chūṭyā, prabhunē nā apanāvyā, ḍara havē ēnō tō lāgē - vadhī...
|