Hymn No. 2277 | Date: 11-Feb-1990
મનડું તારું જ્યાં કહ્યું ના કરે, બીજા કહ્યું કરે આશા એવી તું શાને રાખે
manaḍuṁ tāruṁ jyāṁ kahyuṁ nā karē, bījā kahyuṁ karē āśā ēvī tuṁ śānē rākhē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-02-11
1990-02-11
1990-02-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14766
મનડું તારું જ્યાં કહ્યું ના કરે, બીજા કહ્યું કરે આશા એવી તું શાને રાખે
મનડું તારું જ્યાં કહ્યું ના કરે, બીજા કહ્યું કરે આશા એવી તું શાને રાખે
મળ્યો નથી સાથ મનનો તો જ્યાં, બીજાના સાથની આશા તું શાને રાખે
કરી છે તારા મને ભૂલો ઘણી, ભૂલો બીજાની હૈયે તું શાને ધરે
નથી રહેતું મન તારું જ્યાં શાંત, આશા શાંતિની તું શાને રાખે
મન તો ચોખ્ખું નથી જ્યાં તારું, અપેક્ષા સ્થિરતાની શાને રાખે
ગૂંથાતું નથી મન તારું ભાવમાં, ભક્તિની આશા તું શાને રાખે
ગૂંથાયેલું છે મન જ્યાં વાસનામાં, મુક્તિની આશા તું શાને રાખે
મન જો ના જોડાય પ્રભુમાં, પ્રભુમય થવાની આશા તું શાને રાખે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મનડું તારું જ્યાં કહ્યું ના કરે, બીજા કહ્યું કરે આશા એવી તું શાને રાખે
મળ્યો નથી સાથ મનનો તો જ્યાં, બીજાના સાથની આશા તું શાને રાખે
કરી છે તારા મને ભૂલો ઘણી, ભૂલો બીજાની હૈયે તું શાને ધરે
નથી રહેતું મન તારું જ્યાં શાંત, આશા શાંતિની તું શાને રાખે
મન તો ચોખ્ખું નથી જ્યાં તારું, અપેક્ષા સ્થિરતાની શાને રાખે
ગૂંથાતું નથી મન તારું ભાવમાં, ભક્તિની આશા તું શાને રાખે
ગૂંથાયેલું છે મન જ્યાં વાસનામાં, મુક્તિની આશા તું શાને રાખે
મન જો ના જોડાય પ્રભુમાં, પ્રભુમય થવાની આશા તું શાને રાખે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
manaḍuṁ tāruṁ jyāṁ kahyuṁ nā karē, bījā kahyuṁ karē āśā ēvī tuṁ śānē rākhē
malyō nathī sātha mananō tō jyāṁ, bījānā sāthanī āśā tuṁ śānē rākhē
karī chē tārā manē bhūlō ghaṇī, bhūlō bījānī haiyē tuṁ śānē dharē
nathī rahētuṁ mana tāruṁ jyāṁ śāṁta, āśā śāṁtinī tuṁ śānē rākhē
mana tō cōkhkhuṁ nathī jyāṁ tāruṁ, apēkṣā sthiratānī śānē rākhē
gūṁthātuṁ nathī mana tāruṁ bhāvamāṁ, bhaktinī āśā tuṁ śānē rākhē
gūṁthāyēluṁ chē mana jyāṁ vāsanāmāṁ, muktinī āśā tuṁ śānē rākhē
mana jō nā jōḍāya prabhumāṁ, prabhumaya thavānī āśā tuṁ śānē rākhē
|
|