1990-03-01
1990-03-01
1990-03-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14806
પ્રભુ તારા વિના રે જગમાં મારું કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી

રહ્યા છે વ્યસ્ત સહુ પોતાની મસ્તીમાં, ગણું કોને મારું, સમજાતું નથી
કદી લાગે વહાલા, કદી પ્યારા, બને ક્યારે ન્યારા, એ સમજાતું નથી
છે સહુ પોતાના વિચારો ને ભાવોનાં તોફાનોમાં અથડાતા, એમાં તો વાર નથી
કદી પાસે, કદી સાથે, પડશે ક્યારે, કેમ, તનને મનથી જુદા, કહેવાતું નથી
લાગે પોતાના પણ જુદા ને જુદા, સમજવું કોને એમાં મારા, સમજાતું નથી
ઇચ્છાઓ ને ધ્યેયો રહે તો જુદાં, એક એ થઈ શકતાં નથી, થઈ શકતાં નથી
પ્રભુ તને પામવાના રસ્તા રહ્યા જુદા, રસ્તા એક રહ્યા નથી, રહ્યા નથી
વિચારો, ભાવો ને મન નથી રહ્યાં જ્યાં મારાં, દોષ બીજાના જોવા નથી, જોવા નથી
હતો અને રહેશે સદા તું તો મારો, તારા વિના મારું કોઈ નથી, કોઈ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhu tārā vinā rē jagamāṁ māruṁ kōī nathī, kōī nathī, kōī nathī
rahyā chē vyasta sahu pōtānī mastīmāṁ, gaṇuṁ kōnē māruṁ, samajātuṁ nathī
kadī lāgē vahālā, kadī pyārā, banē kyārē nyārā, ē samajātuṁ nathī
chē sahu pōtānā vicārō nē bhāvōnāṁ tōphānōmāṁ athaḍātā, ēmāṁ tō vāra nathī
kadī pāsē, kadī sāthē, paḍaśē kyārē, kēma, tananē manathī judā, kahēvātuṁ nathī
lāgē pōtānā paṇa judā nē judā, samajavuṁ kōnē ēmāṁ mārā, samajātuṁ nathī
icchāō nē dhyēyō rahē tō judāṁ, ēka ē thaī śakatāṁ nathī, thaī śakatāṁ nathī
prabhu tanē pāmavānā rastā rahyā judā, rastā ēka rahyā nathī, rahyā nathī
vicārō, bhāvō nē mana nathī rahyāṁ jyāṁ mārāṁ, dōṣa bījānā jōvā nathī, jōvā nathī
hatō anē rahēśē sadā tuṁ tō mārō, tārā vinā māruṁ kōī nathī, kōī nathī
|