1990-04-03
1990-04-03
1990-04-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14877
જોજે બને ના એ તો વેરાન, જોજે બને ના એ તો વેરાન

પાઈશ ના જળ તું જો પ્રેમનું, જીવનની હર ક્યારીને - જોજે...
રહેશે મળતાં સુખદુઃખનાં કિરણો, રહેશે મળતી એની તેજ ને છાયા - જોજે...
સુગંધિત ને સુંદર પુષ્પો દેજે વાવી, બનાવી ધરતી પ્રેમથી રસાળ - જોજે...
કામ-ક્રોધના તાપથી લેજે એને બચાવી, જોજે બનાવી ના દે એને વેરાન - જોજે...
રાખજે હર ક્યારી પર નજર તારી, જોજે ઊગતા છોડ જાય ના મૂરઝાય - જોજે...
કરશે મન પ્રફુલ્લિત એ તો તારું, બનશે જ્યાં એ તો સુંદર ધામ - જોજે...
મન તારું સ્થિર થાવા તો લાગશે, ચાહશે ના જવા એ બીજે ક્યાંય - જોજે
બનવા દેશે વેરાન એને જો તું, મળશે ના તને ક્યાંય ઝાડની છાંય - જોજે
તારાં ને તારાં, વાવેલાં ઝાડ ને ઝાંખરાં, બનાવી ન જોજે એને વેરાન - જોજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōjē banē nā ē tō vērāna, jōjē banē nā ē tō vērāna
pāīśa nā jala tuṁ jō prēmanuṁ, jīvananī hara kyārīnē - jōjē...
rahēśē malatāṁ sukhaduḥkhanāṁ kiraṇō, rahēśē malatī ēnī tēja nē chāyā - jōjē...
sugaṁdhita nē suṁdara puṣpō dējē vāvī, banāvī dharatī prēmathī rasāla - jōjē...
kāma-krōdhanā tāpathī lējē ēnē bacāvī, jōjē banāvī nā dē ēnē vērāna - jōjē...
rākhajē hara kyārī para najara tārī, jōjē ūgatā chōḍa jāya nā mūrajhāya - jōjē...
karaśē mana praphullita ē tō tāruṁ, banaśē jyāṁ ē tō suṁdara dhāma - jōjē...
mana tāruṁ sthira thāvā tō lāgaśē, cāhaśē nā javā ē bījē kyāṁya - jōjē
banavā dēśē vērāna ēnē jō tuṁ, malaśē nā tanē kyāṁya jhāḍanī chāṁya - jōjē
tārāṁ nē tārāṁ, vāvēlāṁ jhāḍa nē jhāṁkharāṁ, banāvī na jōjē ēnē vērāna - jōjē
|
|