Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4649 | Date: 18-Apr-1993
લખ્યા હોય લેખ ભલે વિધાતાએ જીવનમાં તો આકરા
Lakhyā hōya lēkha bhalē vidhātāē jīvanamāṁ tō ākarā

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

Hymn No. 4649 | Date: 18-Apr-1993

લખ્યા હોય લેખ ભલે વિધાતાએ જીવનમાં તો આકરા

  No Audio

lakhyā hōya lēkha bhalē vidhātāē jīvanamāṁ tō ākarā

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

1993-04-18 1993-04-18 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=149 લખ્યા હોય લેખ ભલે વિધાતાએ જીવનમાં તો આકરા લખ્યા હોય લેખ ભલે વિધાતાએ જીવનમાં તો આકરા

ભર્યા હોય વિશ્વાસ હૈયે ભારોભાર, પ્રભુએ કરવો પડે વિચાર, જીવનમાં એના કેવી રીતે અપાય

કસોટી વધુને વધુ તો કરતા જાય, પ્રભુ ધ્યાન એટલું એનું વધુને વધુ રાખતાં જાય

વિશ્વાસે ભર્યા રહે જીવનમાં જેના રે શ્વાસ, પ્રભુથી જગમાં એને કેમ કરી તરછોડી શકાય

હૈયું જેનું રે જીવનમાં, ત્યાગને ત્યાગથી તો ઊભરાતુંને ઊભરાતું તો જ્યાં જાય

પ્રભુના વિશ્વાસે જ્યાં હૈયું તો છલકાતુંને છલકાતું જાય, ઘા ભાગ્યના હળવા બની જાય

મનડું ને ચિત્તડું પ્રભુમાં રહે સદા જેનું જોડાયેલું, વિધાતા ચરણ એના તો ધોતી જાય

સુખદુઃખ કરી ના શકે અસર જેને જીવનમાં, હાથ વિધાતાના ત્યાં તો હેઠાં પડી જાય

તપ તપ્યાં હોય જીવનમાં જેણે આકરા, ઘા આકરા વિધાતાના પણ ફૂલ જેવા તો બની જાય

પ્રભુ વિના જોઈએ ના દયા જીવનમાં, અન્યની, દયા વિધાતાની પણ ચાહે ના એ જરાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lakhyā hōya lēkha bhalē vidhātāē jīvanamāṁ tō ākarā

bharyā hōya viśvāsa haiyē bhārōbhāra, prabhuē karavō paḍē vicāra, jīvanamāṁ ēnā kēvī rītē apāya

kasōṭī vadhunē vadhu tō karatā jāya, prabhu dhyāna ēṭaluṁ ēnuṁ vadhunē vadhu rākhatāṁ jāya

viśvāsē bharyā rahē jīvanamāṁ jēnā rē śvāsa, prabhuthī jagamāṁ ēnē kēma karī tarachōḍī śakāya

haiyuṁ jēnuṁ rē jīvanamāṁ, tyāganē tyāgathī tō ūbharātuṁnē ūbharātuṁ tō jyāṁ jāya

prabhunā viśvāsē jyāṁ haiyuṁ tō chalakātuṁnē chalakātuṁ jāya, ghā bhāgyanā halavā banī jāya

manaḍuṁ nē cittaḍuṁ prabhumāṁ rahē sadā jēnuṁ jōḍāyēluṁ, vidhātā caraṇa ēnā tō dhōtī jāya

sukhaduḥkha karī nā śakē asara jēnē jīvanamāṁ, hātha vidhātānā tyāṁ tō hēṭhāṁ paḍī jāya

tapa tapyāṁ hōya jīvanamāṁ jēṇē ākarā, ghā ākarā vidhātānā paṇa phūla jēvā tō banī jāya

prabhu vinā jōīē nā dayā jīvanamāṁ, anyanī, dayā vidhātānī paṇa cāhē nā ē jarāya
Scan Image

Gujarati Bhajan no. 4649 by Satguru Devendra Ghia - Kaka
First...464546464647...Last