Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2476 | Date: 02-May-1990
જગનાં આંસુઓથી ભીંજાઈ ગયો છે ‘મા’, પાલવ તો તારો
Jaganāṁ āṁsuōthī bhīṁjāī gayō chē ‘mā', pālava tō tārō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2476 | Date: 02-May-1990

જગનાં આંસુઓથી ભીંજાઈ ગયો છે ‘મા’, પાલવ તો તારો

  No Audio

jaganāṁ āṁsuōthī bhīṁjāī gayō chē ‘mā', pālava tō tārō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-05-02 1990-05-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14965 જગનાં આંસુઓથી ભીંજાઈ ગયો છે ‘મા’, પાલવ તો તારો જગનાં આંસુઓથી ભીંજાઈ ગયો છે ‘મા’, પાલવ તો તારો

શાને નિચોવ્યો તેં સાગરમાં, સાગરને તેં ખારો બનાવ્યો

રહ્યા છે માનવ આંસુ વહાવતાં, આરો નથી એનો આવ્યો

ઝીલી રહ્યો છે સાગર એ ધારા, આનંદમાં એ ઊછળી રહ્યો

સમજાયું નહીં, ઝીલી આંસુઓ, સાગર આનંદ કેમ પામ્યો

ઊછળ્યો આનંદે સાગર, તારા પાલવનો સંસર્ગ એ પામ્યો

સંધ્યાએ શીતળ કિરણો પાથર્યાં, ચંદ્રે ચાંદનીની શીતળતા પાથરી

ઉલ્લાસભર્યા એ વાતાવરણે તારા, પાલવને સત્કાર્યો

છે પાલવના સત્કાર આવા, પાથરજે પાલવ ‘મા’, અમ પર તારો

આનંદે-આનંદે હૈયું ઊછળશે અમારું, કરશું સત્કાર તો તારો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jaganāṁ āṁsuōthī bhīṁjāī gayō chē ‘mā', pālava tō tārō

śānē nicōvyō tēṁ sāgaramāṁ, sāgaranē tēṁ khārō banāvyō

rahyā chē mānava āṁsu vahāvatāṁ, ārō nathī ēnō āvyō

jhīlī rahyō chē sāgara ē dhārā, ānaṁdamāṁ ē ūchalī rahyō

samajāyuṁ nahīṁ, jhīlī āṁsuō, sāgara ānaṁda kēma pāmyō

ūchalyō ānaṁdē sāgara, tārā pālavanō saṁsarga ē pāmyō

saṁdhyāē śītala kiraṇō pātharyāṁ, caṁdrē cāṁdanīnī śītalatā pātharī

ullāsabharyā ē vātāvaraṇē tārā, pālavanē satkāryō

chē pālavanā satkāra āvā, pātharajē pālava ‘mā', ama para tārō

ānaṁdē-ānaṁdē haiyuṁ ūchalaśē amāruṁ, karaśuṁ satkāra tō tārō
Scan Image

Gujarati Bhajan no. 2476 by Satguru Devendra Ghia - Kaka
First...247624772478...Last